Maharashtra

શિવસેના કાર્યાલયમાં એકનાથ શિંદેની તસવીર લગાવતા બબાલ

મુંબઈ
હાલ શિવસેના પર હકની લડાઈ ચૂંટણી પંચ અને સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, પરંતુ તેની પહેલા એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથના કાર્યકર્તાઓ રોડ પર ઉતરવાથી તણાવ વધી ગયો છે. એકનાથ શિંદે જૂથના કાર્યકર્તા મંગળવારે બપોરે ડોંબિવલીમાં શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા. તે એક ડ્રિલ મશીન લઈને આવ્યા હતા. શિવસેનાની શાખામાં ઘુસી આ કાર્યકર્તાઓએ ડ્રિલ મશીનથી દીવાલ પર એકનાથ શિંદે અને શ્રીકાંત શિંદેની તસવીરો લગાવી દીધી. અત્યાર સુધી શિવસેનાની આ કેન્દ્રીય શાખામાં બાલાસાહેબ ઠાકરે, આનંદ દિધે, ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરેની તસવીરો હતી. તેના કારણે શિવસૈનિકો અને શિંદે સમર્થકો વચ્ચે સંઘર્ષ થયો. નોંધનીય છે કે આશરે દોઢ મહિનાથી એકનાથ શિંદે અને ઉદ્ધવ ઠાકરે જૂથમાં ટકરાવ ચાલી રહ્યો છે. એકનાથ શિંદેએ શિવસેનાના ૫૬ ધારાસભ્યોમાંથી ૪૦ને પોતાની સાથે લઈ ભાજપ સાથે સરકાર બનાવી લીધી છે. તો શિવસેનાના ૧૨ જેટલા સાંસદો પણ શિંદે જૂથનું સમર્થન કરી રહ્યા છે. આ સાથે તેણે ચૂંટણી પંચમાં ખુદને અસલી શિવસેનાના નેતા હોવાનો પણ દાવો કર્યો છે. આ વચ્ચે ડોંબિવલીની ઘટનાએ તણાવ વધારી દીધો છે. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી ચે. આજથી એકનાથ શિંદે જૂથ સમર્થક ડોંબિવલીમાં સભ્ય અભિયાન શરૂ કરવાના છે. તે માટે સોશિયલ મીડિયા કેમ્પેન ચલાવવામાં આવી રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે સરકાર બનાવ્યા બાદ હવે શિંદે જૂથ સ્થાનીક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી કરી રહ્યું છે. શિવસેના પર હકની લડાઈ હવે રસ્તા પર આવી ગઈ છે અને હિંસક થઈ રહી છે. ડોંબિવલીમાં મંગળવારે આવો નજારો જાેવા મળ્યો, જ્યારે એકનાથ શિંદે જૂથના સમર્થકો શિવસેનાની ઓફિસમાં ઘુસી ગયા હતા. એક રિપોર્ટ પ્રમાણે આ લોકો શિવસેનાની કેન્દ્રીય શાખામાં ઘુસી ગયા અને એકનાથ શિંદે તથા સાંસદ શ્રીકાંત શિંદેની તસવીર લગાવી દીધી. તેના કારણે તણાવ ફેલાયો હતો. ઉદ્ધવ ઠાકરેના સમર્થક પણ સ્થળ પર પહોંચ્યા અને ઘર્ષણ પણ થઈ ગયું હતું.

File-02-Page-03.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *