Maharashtra

શૈલેષ લોઢાના જન્મદિવસે જાણો રસપ્રદ વાતો…

મુંબઈ
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ શૈલેષ લોઢાને કોણ નથી જાણતું. તેમનો અભિનય અને કવિતા દરેકને ગમે છે. તારક મહેતાના કારણે શૈલેષ લોઢા દેશ અને દુનિયામાં ખૂબ ફેમસ થયા છે, પરંતુ તારક મહેતાના મેકર્સ સાથેના મતભેદોને કારણે તેમણે થોડા સમય પહેલા જ આ શો છોડી દીધો છે. શોમાંથી તેની વિદાયથી ફેન્સ ખૂબ જ દુખી હતા. શૈલેષ લોઢા ૮ નવેમ્બરે તેમનો જન્મદિવસ ઉજવી રહ્યાં છે. તારક મહેતા સાથે જાેડાતા પહેલા શૈલેષ લોઢા કવિ સંમેલન ‘વાહ ક્યા બાત હૈ’ કરતા હતા. આ શોમાં તેની મુલાકાત નિર્માતા અસિત મોદી સાથે થઈ હતી. આ દરમિયાન અસિતે તેને તારક મહેતામાં કામ કરવાની ઓફર કરી. શૈલેષે પણ અસિત મોદીને ના ન પાડી અને ઓફર સ્વીકારી લીધી. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શૈલેષ લોઢા તારક મહેતાના પાત્ર અને અંજલિ મહેતાના પતિ તરીકે જાેવા મળ્યા હતા. તે શોમાં જેઠાલાલનો ખૂબ જ નજીકનો મિત્ર પણ બની ગયા હતા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, શૈલેષ લોઢા તારક મહેતાના એક એપિસોડ માટે લગભગ એક લાખ રૂપિયા લેતા હતા. શૈલેષ લોઢા એક મહિનામાં લાખો રૂપિયાની કમાણી કરે છે. આ ઉપરાંત એક્ટર કવિ સંમેલન પણ યોજે છે. રિપોર્ટ અનુસાર, એક્ટરની કુલ સંપત્તિ ૭ કરોડ રૂપિયા છે. એક્ટરનું મુંબઈમાં એક ઘર છે, જ્યાં તે તેની પત્ની સ્વાતિ અને પુત્રી સ્વરા સાથે રહે છે. શૈલેષ લોઢાએ તારક મહેતામાં ભલે સામાન્ય વ્યક્તિની ભૂમિકા ભજવી હોય, પરંતુ રિયલ લાઇફમાં તેને લક્ઝુરિયસ ગાડીઓનો શોખ છે. શૈલેષ લોઢા ઓડી, મર્સિડીઝ બેન્ઝ ઇ ૩૫૦ ડી જેવી શાનદાર કાર ધરાવે છે.

File-01-Page-30.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *