Maharashtra

શ્રીવલ્લીની પુષ્પા-૨નું શરૂ થઈ રહ્યું છે શૂટિંગ

મુંબઈ
અલ્લુ અર્જૂનની ફિલ્મ પુષ્પાઃ ધ રાઈઝ પાર્ટ ૧ જાેયા બાદ ચાહકો ક્રેઝી થઈ ગયા હતા. કોઈ અલ્લુ અર્જૂનના સ્વેગથી ઇમ્પ્રેસ હતો, તો કોઈ રશ્મિકા મંદાનાની સાથે તેની લવ સ્ટોરીથી અને કોઈ તેના ધાંસૂ એક્શન અવતારથી. પુષ્પા જાેયા બાદ થિયેટરમાંથી બહાર નીકળતા તમામ લોકોના મોઢે એક જ સવાલ હતો કે પુષ્પા ૨ ક્યારે આવશે? જાેકે, આ સવાલનો પાક્કો જવાબ તો હજુ પણ કોઈ પાસે નથી. પરંતુ જે જવાબની રાહ દેશના લાખો ફિલ્મ ચાહકો જાેઈ રહ્યા છે, તે દિશામાં પ્રથમ પગલું આજે લેવામાં આવ્યું છે. એટલે કે અલ્લુ અર્જૂન અને રશ્મિકા મંદાના સ્ટારર પુષ્પાઃ ધ રૂલનું શૂટિંગ સોમવારથી શરૂ થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર ફિલ્મની પુજા સેરેમનીની તસવીર અને વીડિયો વાયરલ થવા લાગ્યો છે. ફિલ્મમાં ફિમેલ લીડ નિભાવનાર રશ્મિકા મંદાનાએ પણ સોશિયલ મીડિયા પર પુજા સેરેમનીની એક તસવીર શેર કરી જેને જાેયા બાદ ચાહકો ખુબ જ એક્સાઈટેડ છે. અલ્લૂ અર્જૂન અને રશ્મિકા મંદાનાની સાથે ફહાદ ફાજિલ પણ ફરી એકવાર ફિલ્મમાં નેગેટિવ રોલમાં પરત ફરશે. રશ્મિકાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર પુજાની તસવીર શેર કરી જેમાં દેવતાઓની તસવીર સામે ફિલ્મનું ક્લેપ-બોર્ડ જાેવા મળી રહ્યું છે. તેના પર સોમવાર ૨૨ ઓગસ્ટની તારીખ નાખવામાં આવી છે. તસવીરની સાથે રશ્મિકાએ કેપ્શનમાં લખ્યું- લેટ્‌સ ગો. અલ્લૂ અર્જૂને તેના ઇન્સ્ટાગ્રામ પર ૮ કલાક પહેલા એક સ્ટોરી શેર કરી હતી જેમાં તે ન્યૂ યોર્કના ટાઈમ્સ સ્ક્વાયર પર ઉભેલો જાેવા મળે છે. પાછળના બિલ બોર્ડ પર અલ્લૂની તસવીર જાેવા મળી રહી હતી. અલ્લૂએ ન્યૂ યોર્કમાં ઇન્ડિયા ડે પરેડને પણ લીડ કરી હતી, જેની તસવીર ને વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેથી કહી શકાય કે કદાચ અલ્લૂ હાલ ફિલ્મનું શૂટિંગ નહીં કરે. તેના શૂટ શિડ્યૂલ વિશે પણ હજૂ કોઈ જાણકારી સામે આવી નથી. મેકર્સે સત્તાવાર હજુ સુધી પુષ્પાઃ ધ રૂલની રિલીઝ તારીખ જાહેર કરી નથી પરંતુ બિઝનેસ ટૂડેના એક રિપોર્ટમાં મેકર્સે કહ્યું હતું કે તે ઓગસ્ટ ૨૦૨૩ સુધીમાં ફિલ્મને રિલીઝ કરવા માંગે છે. મેકર્સે એમ પણ કહ્યું હતું કે, આ વખતે ફિલ્મને વધુ જાેરશોરથી માર્કેટિંગ કર્યા બાદ ખુબ ગ્રાન્ડ રીતે રિલીઝ કરવામાં આવશે.

File-01-Page-29.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *