Maharashtra

સગી મા એ ૨૮ વર્ષના પ્રેમી સાથે પોતાની દીકરીનું દુષ્કર્મ કરાવ્યુ

મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પુણેમાં એક વિચિત્ર ઘટના બની છે.પોતાની સગીર વયની દીકરીને માતા એ પોતાના જ ૨૮ વર્ષીય પ્રેમી સાથે જબરજસ્તી લગ્ન કરાવતા અને દીકરીને તે પ્રેમી સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા પર મજબૂર કરતા આ મામલો સામે આવ્યો હતો. આ વિશે પોલીસ અધિકારીએ વાત કરતા મીડિયાને જણાવ્યું કે, ૩૬ વર્ષીય મહિલા અને તેના ૨૮ વર્ષીય પ્રેમીની પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સીસ (ર્ઁંઝ્રર્જીં) એક્ટ અને પ્રોહિબિશન ઓફ ચાઈલ્ડ મેરેજ એક્ટની જાેગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી છે. ચંદનનગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે ૧૫ વર્ષની પીડિતા દીકરીએ તેના ક્લાસમેટને તેની આપવીતી કહી, જેથી સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. ત્યારબાદ એક મહિલા સામાજિક કાર્યકર્તાની મદદ લઈને પોલીસ દ્વારા માતાને ચેતવણી આપવામાં આવી. તે વ્યક્તિ દૂરનો સંબંધી છે અને તે આરોપી દીકરીની માતા સાથે રહે છે. આરોપી માતાએ પોતાની દીકરીને ને ધમકી આપતા કહ્યું હતું, કે જાે તે લગ્ન માટે સંમત નહીં થાય તો તે આત્મહત્યા કરી લેશે. ૬ નવેમ્બરના રોજ કિશોરીના લગ્ન અહમદનગરના એક મંદિરમાં માતાના પ્રેમી સાથે દીકરીના લગ્ન કરવામાં આવ્યા હતા. તે વ્યક્તિએ તેની સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા. વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી આ કેસમાં ચાલી રહી છે. માતાએ માત્ર પુત્રીને તે પુરુષ સાથે લગ્ન કરવા દબાણ કર્યું ન હતું, પરંતુ તેણીએ તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પણ દબાણ કર્યું હતું. જે કાયદાકીય રીતે આ રીતે જબરજસ્તી કરવી યોગ્ય ગણાય નહીં. સામાજિક સંસ્થાની મદદથી આ ઘટના બહાર આવી હતી. પોલીસે આ ઘટના વિશે ઊંડાણમાં તપાસ કરવાની શરૂ કરી દીધી છે. માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી તેમને જેલમાં પૂરવામાં આવ્યા છે. માતાએ પ્રેમી સાથે મળીને દીકરીના વર્તમાન અને ભવિષ્યને અસુરક્ષા, ડર, અવિશ્વાસની ખાઈમાં ધકેલી દીધું હતું. આ ઘટનાથી દીકરી ઘણી ડરી ગઈ હતી અને તેને સામાજિક સંસ્થા દ્વારા મદદ અને આશરો આપવામાં આવ્યો હતો. માતાએ આ રીતે માત્ર પંદર વર્ષીય દીકરીના જબરજસ્તી પૂર્વક લગ્ન કરાવતી ઘટના જાેઈને સામાજિક સંસ્થાઓના કાર્યકર્તા અને પોલીસ પણ ચોંકી ગઈ હતી.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *