Maharashtra

સપ્તાહ દરમિયાન સોના-ચાંદીના વાયદામાં નરમાઈઃ ક્રૂડ તેલમાં વૃદ્ધિ

 

નેચરલ ગેસ, કપાસ, મેન્થા તેલમાં સાર્વત્રિક ઘટાડોઃ કોટનમાં સુધારોઃ કોમોડિટી વાયદાઓમાં રૂ.120993 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.85167 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.538 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24થી 30 જૂનના સપ્તાહ દરમિયાન 2,433,085 સોદાઓમાં કુલ રૂ.206,698.17 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.120992.78 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.85167.30 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 999,446 સોદાઓમાં કુલ રૂ.57,297.06 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.50,549ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.51,146 અને નીચામાં રૂ.50,410ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.77 ઘટી રૂ.50,517ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.47 ઘટી રૂ.40,518 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.8 ઘટી રૂ.5,048ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જુલાઈ વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,580ના ભાવે ખૂલી, રૂ.111 વધી રૂ.50,719ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.59,513ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.60,729 અને નીચામાં રૂ.58,000ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1174 ઘટી રૂ.58,330ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1311 ઘટી રૂ.59,287 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1,339 ઘટી રૂ.59,295 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 131,401 સોદાઓમાં રૂ.21,239.93 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.1 ઘટી રૂ.208.80 અને જસત જુલાઈ વાયદો રૂ.19.60 ઘટી રૂ.287ના ભાવ થયા હતા. આ સામે તાંબુ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.4.10 ઘટી રૂ.694.15 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.6.65 ઘટી રૂ.174ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 481,513 સોદાઓમાં કુલ રૂ.41,823.05 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.8,155ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.9,015 અને નીચામાં રૂ.8,132ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.165 વધી રૂ.8,387 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.52.60 ઘટી રૂ.447.70 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 5,689 સોદાઓમાં રૂ.632.74 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.1,660 બંધ થયો હતો. કોટન જુલાઈ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.40,920ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.43,800 અને નીચામાં રૂ.39,820ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,010 વધી રૂ.42,730ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.32.50 ઘટી રૂ.1013.40 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.21,862.70 કરોડનાં 43,061.036 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.35,434.36 કરોડનાં 5,888.208 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.17,602.13 કરોડનાં 20,534,000 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.24,221 કરોડનાં 480706250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.570.38 કરોડનાં 133175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.62.33 કરોડનાં 604 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 17,004.186 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 937.189 ટન, ક્રૂડ તેલમાં 466500 બેરલ અને નેચરલ ગેસમાં 8778750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 48550 ગાંસડી, મેન્થા તેલમાં 564 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.538.09 કરોડનાં 7,530 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ જુલાઈ વાયદો 14,273ના સ્તરે ખૂલી, 105 પોઈન્ટ ઘટી 14,173ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.85,167.30 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,256.13 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.966.13 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.65,383.68 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.15,555.73 કરોડનાં કામકાજ થયાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *