Maharashtra

સલમાન ખાન સાથે જૂહી ચાવલાએ કેમ ના કરી કોઈ ફિલ્મ?

મુંબઈ
પોતાના સુંદર હાસ્યથી દરેકને ઘાયલ કરનારી જૂહી ચાવલા આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. જૂહી મિસ ઈન્ડિયા બનવ્યા બાદ બોલિવૂડ તરફ પોતાની કારકિર્દી આગળ વધારવા તરફ આવી હતી. તેણીએ ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને હજુ પણ એક્ટિંગની દુનિયામાં સક્રિય છે. જૂહીએ આમિર ખાન અને શાહરુખ ખાનની સાથે ઘણી ફિલ્મો કરી છે પરંતુ સલમાન ખાન સાથે તેણીની કોઈપણ ફિલ્મ નથી. એવું તો શું કારણ હતું કે તેણીએ સલમાન ખાન સાથે કોઈપણ ફિલ્મ નથી કરી?… જૂહી ચાવલાએ ૧૯૮૪માં મિસ ઈન્ડિયા બન્યા બાદ ફિલ્મોની શરુઆત કરી હતી. ૧૯૮૬માં તે ફિલ્મ ‘સલ્તનત’માં જાેવા મળી હતી. ત્યારબાદ તે ૧૯૮૮માં ફિલ્મ ‘કયામત સે કયામત તક’માં જાેવા મળી હતી. આ ફિલ્મ પણ હિટ સાબિત થઈ હતી. ફિલ્મ બાદ જૂહીનું કરિયર ગગન ચુંબવા લાગ્યુ અને આમિર ખાન સાથે તેણીની જાેડીને પસંદ કરવામાં આવવા લાગી. જૂહીએ આમિર ખાન સાથે ઘણી ફિલ્મો કરી અને બંનેની જાેડીને દર્શકોનો ઘણો પ્રેમ પણ મળ્યો. ત્યાર બાદ જૂહીએ શાહરુખ ખાન સાથે ‘રાજૂ બન ગયા જેન્ટલમેન’માં કામ કર્યુ. પહેલા તે નવા હિરો શાહરુખ ખાન સાથે કામ કરવા નહતી માંગતી. પણ નિર્માતાએ જણાવ્યુ તે આમિર ખાન જેવો જ દેખાય છે, તેથી જૂહીએ તેના માટે હા પાડી હતી. ત્યારબાદ બંનેએ ઘણી ફિલ્મો સાથે કરી હતી. જૂહી ૮૦ના દાયકાની પ્રખ્યાત એક્ટ્રેસ બની ગઈ હતી. ત્યારે, સલમાન ફિલ્મી દુનિયામાં પોતાની જગ્યા બનાવવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મળતી માહિતી અનુસાર એક ફિલ્મમાં જૂહીની સાથે નિર્માતા સલમાનને લેવા માંગતા હતા. પરંતુ જૂહીએ તે સમયે તેને ભાવ ના આપ્યો અને ફિલ્મમાં આમિરને લેવાનું કહ્યુ. બસ, આ વાત સલમાનને ખટકી અને પછી તેણે જૂહી સાથે કામ ના કરવાનું નક્કી કર્યુ. ત્યારે, જૂહીએ કરણ જાેહરના એક શો પર કહ્યુ હતું કે, મને નથી ખબર કે અમે કેમ સાથે કામ નથી કરી શક્યા. મને નથી યાદ કે મે ક્યારેય તેની સાથે કામ કરવાની ના પાડી હતી. પરંતુ, મને એવું લાગે છે કે સલમાન કોઈ કારણોસર નારાજ છે. કહેવામાં આવી રહ્યુ છે કે જૂહીના કહેવા પર જ ૧૯૯૭માં આવેલી ફિલ્મ ‘દીવાના મસ્તાના’માં સલમાનને કેમિયો કર્યો હતો.

File-01-Page-36.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *