મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સોમવારે પ્રથમ સત્ર સુધીમાં 3,77,324 સોદાઓમાં કુલ રૂ.31,792.37 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.11906.68 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.19857.17 કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 1,22,891 સોદાઓમાં કુલ રૂ.5,998.24 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,318ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,641 અને નીચામાં રૂ.52,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.147 વધી રૂ.52,481ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.133 વધી રૂ.41,706 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.14 વધી રૂ.5,205ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,274ના ભાવે ખૂલી, રૂ.135 વધી રૂ.52,410ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,619ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.62,368 અને નીચામાં રૂ.61,466 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.272 વધી રૂ.61,843 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.245 વધી રૂ.62,043 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.260 વધી રૂ.62,094 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 20,141 સોદાઓમાં રૂ.3,143.53 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.10 વધી રૂ.211.90 અને જસત નવેમ્બર વાયદો રૂ.5.50 વધી રૂ.275ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.35 ઘટી રૂ.697.90 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.50 વધી રૂ.183ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 36,527 સોદાઓમાં કુલ રૂ.2,699.76 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.7,179ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,262 અને નીચામાં રૂ.7,140 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.56 વધી રૂ.7,180 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.30.70 વધી રૂ.506.70 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 794 સોદાઓમાં રૂ.65.15 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.33,330ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.33,490 અને નીચામાં રૂ.32,700 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.450 ઘટી રૂ.32,770ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.7.60 ઘટી રૂ.956.20 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,390.57 કરોડનાં 4,543.259 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.3,607.67 કરોડનાં 579.613 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.1,197.62 કરોડનાં 16,64,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,502 કરોડનાં 29873750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.55 કરોડનાં 16825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.15 કરોડનાં 105.12 ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,486.022 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 904.163 ટન, ક્રૂડ તેલમાં 642800 બેરલ અને નેચરલ ગેસમાં 8796250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 99300 ગાંસડી, મેન્થા તેલમાં 467.64 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.28.52 કરોડનાં 390 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,570ના સ્તરે ખૂલી, 47 પોઈન્ટ વધી 14,622ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.19,857.17 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,146.04 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.321.43 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.15,210.25 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.3,178.16 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.339.29 કરોડનું થયું હતું. સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.123 ખૂલી, ઊપરમાં રૂ.163.90 અને નીચામાં રૂ.105 રહી, અંતે રૂ.16.10 વધી રૂ.119.30 થયો હતો. જ્યારે નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.28.85 ખૂલી, ઊપરમાં રૂ.40.80 અને નીચામાં રૂ.28.85 રહી, અંતે રૂ.12.80 વધી રૂ.40 થયો હતો. સોનું નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.149 ખૂલી, ઊપરમાં રૂ.209 અને નીચામાં રૂ.142 રહી, અંતે રૂ.35 વધી રૂ.179.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.973 ખૂલી, ઊપરમાં રૂ.1,274 અને નીચામાં રૂ.884 રહી, અંતે રૂ.117.50 વધી રૂ.1,067 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.148.50 ખૂલી, ઊપરમાં રૂ.200.50 અને નીચામાં રૂ.145 રહી, અંતે રૂ.34 વધી રૂ.183.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ નવેમ્બર રૂ.7,200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.141 ખૂલી, ઊપરમાં રૂ.164.90 અને નીચામાં રૂ.107.40 રહી, અંતે રૂ.31.30 ઘટી રૂ.144.40 થયો હતો. જ્યારે સોનું નવેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.238.50 ખૂલી, ઊપરમાં રૂ.266 અને નીચામાં રૂ.195 રહી, અંતે રૂ.36.50 ઘટી રૂ.224 થયો હતો. નેચરલ ગેસ નવેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.42.50 ખૂલી, ઊપરમાં રૂ.44.20 અને નીચામાં રૂ.32 રહી, અંતે રૂ.17.25 ઘટી રૂ.33.35 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.61,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.701 ખૂલી, ઊપરમાં રૂ.863.50 અને નીચામાં રૂ.586 રહી, અંતે રૂ.82 ઘટી રૂ.779 થયો હતો. સોનું-મિનીનવેમ્બર રૂ.49,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.18 ખૂલી, ઊપરમાં રૂ.22 અને નીચામાં રૂ.14 રહી, અંતે રૂ.4 વધી રૂ.19 થયો હતો.