Maharashtra

સોનાના વાયદાના ભાવમાં રૂ.269 અને ચાંદીમાં રૂ.722નો સાપ્તાહિક ધોરણે ઘટાડો

ક્રૂડ ઓઈલ પણ રૂ.488 તૂટ્યુઃ કોટન, મેન્થા તેલમાં વૃદ્ધિઃ રબર, કપાસ ઢીલાઃ બુલડેક્સ વાયદામાં 250 પોઈન્ટ, મેટલડેક્સ વાયદામાં 868 પોઈન્ટ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 534 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 1થી 7 એપ્રિલના સપ્તાહ દરમિયાન 2,511,794 સોદાઓમાં કુલ રૂ.205,670.01 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું.

સપ્તાહના અંતે વિશ્વબજારમાં સોનાના ભાવ ઔંશદીઠ 1930 ડોલર અને ચાંદીના ભાવ ઔંશદીઠ 24.42 ડોલર બોલાતા હતા, જ્યારે ક્રૂડ ઓઈલના ભાવ બેરલદીઠ 97.74 ડોલરના સ્તરે પહોંચ્યા હતા. ઘરેલૂ હાજર બજારની વાત કરીએ તો સપ્તાહના અંતે અમદાવાદ ખાતે સોનાના હાજર ભાવ 10 ગ્રામદીઠ 99.50ના રૂ.53,100 અને 99.90ના રૂ.53,300, જ્યારે ચાંદીના હાજર ભાવ કિલોદીઠ રૂ.67,500 રહ્યાના સમાચાર હતા. આ સામે મુંબઈ ખાતે સોનાના હાજર ભાવ 10 ગ્રામદીઠ જીએસટી વગરના 99.50ના રૂ.51,583 અને 99.90ના રૂ.51,790, જ્યારે ચાંદીના હાજર ભાવ કિલોદીઠ જીએસટી વગરના રૂ.66,019 રહ્યાના સમાચાર હતા. મુંબઈ હાજર બજારના જીએસટી સાથેના સોના-ચાંદીના ભાવ આ ભાવથી 3 ટકા ઉપર હતા. સપ્તાહના અંતે ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ વધીને ઊંચામાં બે વર્ષની ટોચે પહોંચ્યો છે. આ લખાઈ રહ્યું છે ત્યારે વિવિધ મુખ્ય કરન્સીઓ સામે ડોલરનો ઈન્ડેક્સ 99.87ના સ્તરે હતો. અમેરિકામાં જોબલેસ ક્લેઈમ્સ 2.00 લાખની અપેક્ષા સામે આગલા 1.71 લાખથી ઘટીને 1.66 લાખના સ્તરે રહ્યા હતા. યુએસ ડોલર-આઈએનઆર રૂ.75.96, બ્રિટીશ પાઉન્ડ-આઈએનઆર રૂ.99.21 અને યુરો-આઈએનઆર રૂ.82.46 બોલાઈ રહ્યા હતા. અમેરિકામાં બોન્ડ-ટ્રેઝરી યિલ્ડ 2.65 ટકાના સ્તરે હતું.

ઘરેલૂ વાયદા બજારની વાત કરીએ તો, સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં 776,686 સોદાઓમાં કુલ રૂ.39,987 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું જૂન વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.51,936ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.52,028 અને નીચામાં રૂ.51,251ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.269 ઘટી રૂ.51,897ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની એપ્રિલ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.102 ઘટી રૂ.41,334 અને ગોલ્ડ-પેટલ એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.19 ઘટી રૂ.5,145ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની મે વાયદો 10 ગ્રામદીઠ રૂ.51,711ના ભાવે ખૂલી, રૂ.208 ઘટી રૂ.51,681ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી મે વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.67,374ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.67,456 અને નીચામાં રૂ.65,855ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ. 722 ઘટી રૂ.66,765ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ. 721 ઘટી રૂ.66,939 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.721 ઘટી રૂ.66,941 બંધ થયો હતો.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર 754,531 સોદાઓમાં કુલ રૂ.64,184.35 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ એપ્રિલ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.7,600ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,945 અને નીચામાં રૂ.7,141ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.488 ઘટી રૂ.7,278 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ એપ્રિલ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.40.30 વધી રૂ.476.70 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 10,988 સોદાઓમાં રૂ.1,280.46 કરોડનાં કામકાજ થયા હતા. કપાસ એપ્રિલ વાયદો 20 કિલો દીઠ રૂ.2,195 બંધ થયો હતો. કોટન એપ્રિલ વાયદો 1 ગાંસડીદીઠ રૂ.42,100ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.44,100 અને નીચામાં રૂ.41,830ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1,340 વધી રૂ.43,580ના સ્તરે પહોંચ્યો હતો. રબર એપ્રિલ કોન્ટ્રેક્ટ 100 કિલોદીઠ રૂ.17,780ના ભાવે ખૂલી, રૂ.541 ઘટી રૂ.17070 બંધ થયો હતો. મેન્થા તેલના વાયદાઓમાં એપ્રિલ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.37.80 વધી રૂ.1129.60 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ સપ્તાહ દરમિયાન એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં 124,683 સોદાઓમાં રૂ.17,295.59 કરોડનાં 33,510.557 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 652,003 સોદાઓમાં કુલ રૂ.22,691.41 કરોડનાં 3,400.344 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 354,421 સોદાઓમાં રૂ.33,113.71 કરોડનાં 43,506,100 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 400,110 સોદાઓમાં રૂ.31,071 કરોડનાં 681661250 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 8,475 સોદાઓમાં રૂ.1,159.55 કરોડનાં 268825 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 2,448 સોદાઓમાં રૂ.119.60 કરોડનાં 1067.04 ટન, રબરના વાયદાઓમાં 61 સોદાઓમાં રૂ.1.13 કરોડનાં 65 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 20,862.865 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 382.547 ટન, ક્રૂડ તેલમાં 815700 બેરલ અને નેચરલ ગેસમાં 16376250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 140700 ગાંસડી, મેન્થા તેલમાં 426.96 ટન, રબરમાં 70 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન 6685 સોદાઓમાં રૂ.535.22 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 6,641 સોદાઓમાં રૂ.530.62 કરોડનાં 7,080 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 5 સોદાઓમાં રૂ..53 કરોડનાં 5 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 39 સોદાઓમાં રૂ.4.07 કરોડનાં 39 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે બુલડેક્સ વાયદામાં 623 લોટ્સ, મેટલડેક્સ વાયદામાં 40 લોટ્સ અને એનર્જી ઈન્ડેક્સ વાયદામાં 7 લોટ્સના સ્તરે રહ્યો હતો. એનર્જી ઈન્ડેક્સ એપ્રિલ વાયદો 8,156ના સ્તરે ખૂલી, ઊપરમાં 8,651 અને નીચામાં 8,117ના સ્તરને સ્પર્શી, 534 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 95 પોઈન્ટ વધી 8,353ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે બુલડેક્સ એપ્રિલ વાયદો 15,119ના સ્તરે ખૂલી, 250 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 116 પોઈન્ટ ઘટી 15,048ના સ્તરે અને મેટલડેક્સ એપ્રિલ વાયદો 21,422ના સ્તરે ખૂલી, 868 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 64 પોઈન્ટ ઘટી 21036ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, સપ્તાહ દરમિયાન, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર 889196 સોદાઓમાં રૂ.85,402.39 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.2,010.82 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.532.29 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.72,966.91 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.9,887.22 કરોડનાં કામકાજ થયાં હતાં.

 

સપ્તાહના ટોપ-10 વધનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
નેચરલ ગેસ  27-06-22 1 એમએમબીટીયૂ 488.4 446.4 42 9.41
નેચરલ ગેસ  25-05-22 1 એમએમબીટીયૂ 483.5 442.1 41.4 9.36
નેચરલ ગેસ  26-04-22 1 એમએમબીટીયૂ 476.7 436.4 40.3 9.23
મેન્થા તેલ  30-06-22 1 કિલો 1136 1084.6 51.4 4.74
મેન્થા તેલ  29-04-22 1 કિલો 1129.6 1091.8 37.8 3.46
મેન્થા તેલ  31-05-22 1 કિલો 1140.3 1102.7 37.6 3.41
કોટન  31-05-22 1 ગાંસડી 44050 42600 1450 3.4
કોટન  29-04-22 1 ગાંસડી 43580 42240 1340 3.17
નિકલ  29-04-22 1 કિલો 2464.3 2410 54.3 2.25
જસત  29-04-22 1 કિલો 349.15 344.5 4.65 1.35

 

 

સપ્તાહના ટોપ-10 ઘટનાર વાયદા કોન્ટ્રેક્ટ્સ
એમસીએક્સ કોન્ટ્રેક્ટ પાકતી તારીખ ભાવનું એકમ બંધ (રૂ.) આગલો બંધ (રૂ.) વધઘટ (રૂ.) ફેરફાર (%)
ક્રૂડ તેલ  19-04-22 1 બેરલ 7278 7766 -488 -6.28
ક્રૂડ તેલ  19-05-22 1 બેરલ 7252 7655 -403 -5.26
ક્રૂડ તેલ  17-06-22 1 બેરલ 7263 7532 -269 -3.57
રબર  29-04-22 100 કિલો 17070 17611 -541 -3.07
એલ્યુમિનિયમ  31-05-22 1 કિલો 278.1 284.2 -6.1 -2.15
એલ્યુમિનિયમ  29-04-22 1 કિલો 276.65 281.95 -5.3 -1.88
ચાંદી-માઈક્રો  30-11-22 1 કિલો 69117 69873 -756 -1.08
ચાંદી  05-05-22 1 કિલો 66765 67487 -722 -1.07
ચાંદી-માઈક્રો  29-04-22 1 કિલો 66941 67662 -721 -1.07
ચાંદી-મિની  29-04-22 1 કિલો 66939 67660 -721 -1.07

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *