Maharashtra

સોનાનો વાયદો  રૂ.140 અને ચાંદીનો વાયદો રૂ.734 વધ્યોઃ ક્રૂડ તેલમાં રૂ.51ની વૃદ્ધિઃ મેન્થા તેલમાં  સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ. 10503 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 13218 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ. 26 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં 2,78,465 સોદાઓમાં કુલ રૂ.23,745.78 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 10502.52 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 13217.61 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 85,873 સોદાઓમાં કુલ રૂ.4,820.21 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.52,475ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.52,484 અને નીચામાં રૂ.52,320 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.140 વધી રૂ.52,432ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની નવેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.110 વધી રૂ.42,407 અને ગોલ્ડ-પેટલ નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,194ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ડિસેમ્બર વાયદો 10 ગ્રામદીઠ રૂ.52,248ના ભાવે ખૂલી, રૂ.68 વધી રૂ.52,269ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.61,134ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,450 અને નીચામાં રૂ.61,010 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 734 વધી રૂ.61,369 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ. 624 વધી રૂ.61,509 અને ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.616 વધી રૂ.61,481 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 16,743 સોદાઓમાં રૂ.2,623.07 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ નવેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.2.30 વધી રૂ.208.60 અને જસત નવેમ્બર વાયદો રૂ.0.60 વધી રૂ.262ના ભાવ થયા હતા. આ સામે તાંબુ નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.8.15 વધી રૂ.671.05 તેમ જ સીસું નવેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.182ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 40,238 સોદાઓમાં કુલ રૂ.3,000.30 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,585ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,663 અને નીચામાં રૂ.6,561 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.51 વધી રૂ.6,632 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ નવેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.80 ઘટી રૂ.533.40 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 747 સોદાઓમાં રૂ.58.94 કરોડનાં કામકાજ થયા હતા. કોટન નવેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,500ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,700 અને નીચામાં રૂ.31,400 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.350 વધી રૂ.31,660ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં નવેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.40 વધી રૂ.956.30 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.2,109.15 કરોડનાં 4,018.528 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,711.06 કરોડનાં 438.869 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.909.77 કરોડનાં 13,76,700 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.2,091 કરોડનાં 38273750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.43.84 કરોડનાં 14175 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.15.10 કરોડનાં 157.32 ટનના વેપાર થયા  હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,840.033 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 829.057 ટન, ક્રૂડ તેલમાં 1384600 બેરલ અને નેચરલ ગેસમાં 9863750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 104475 ગાંસડી, મેન્થા તેલમાં 462.24 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.25.65 કરોડનાં 352 લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ નવેમ્બર વાયદો 14,522ના સ્તરે ખૂલી, 69 પોઈન્ટ વધી 14,582ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.13,217.61 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,442.05 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.520.61 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.4,941.11 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.6,311.26 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 313.01 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં નેચરલ ગેસ નવેમ્બર રૂ.550ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.19.80 ખૂલી, ઊપરમાં રૂ.19.80 અને નીચામાં રૂ.7.30 રહી, અંતે રૂ.9.90 ઘટી રૂ.9.90 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.7,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.196.40 ખૂલી, ઊપરમાં રૂ.221.50 અને નીચામાં રૂ.186.30 રહી, અંતે રૂ.20.70 વધી રૂ.214.70 થયો હતો. સોનું નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.12 ખૂલી, ઊપરમાં રૂ.24.50 અને નીચામાં રૂ.12 રહી, અંતે રૂ.2.50 વધી રૂ.21.50 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.62,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.200 ખૂલી, ઊપરમાં રૂ.303 અને નીચામાં રૂ.191 રહી, અંતે રૂ.93.50 વધી રૂ.276.50 થયો હતો. સોનું-મિની નવેમ્બર રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.29 ખૂલી, ઊપરમાં રૂ.30 અને નીચામાં રૂ.17 રહી, અંતે કોઈ ફેરફાર વગર રૂ.24.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો નેચરલ ગેસ નવેમ્બર રૂ.530ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10 ખૂલી, ઊપરમાં રૂ.17.60 અને નીચામાં રૂ.10 રહી, અંતે રૂ.5.10 વધી રૂ.14.70 થયો હતો. જ્યારે ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.299.70 ખૂલી, ઊપરમાં રૂ.320 અને નીચામાં રૂ.276 રહી, અંતે રૂ.17.10 ઘટી રૂ.290.30 થયો હતો. સોનું નવેમ્બર રૂ.52,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.31 ખૂલી, ઊપરમાં રૂ.65 અને નીચામાં રૂ.31 રહી, અંતે રૂ.3.50 ઘટી રૂ.49 થયો હતો. ચાંદી નવેમ્બર રૂ.61,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.422 ખૂલી, ઊપરમાં રૂ.800 અને નીચામાં રૂ.371 રહી, અંતે રૂ.427.50 ઘટી રૂ.393 થયો હતો. સોનું-મિનીનવેમ્બર રૂ.51,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.8.50 ખૂલી, ઊપરમાં રૂ.13 અને નીચામાં રૂ.5.50 રહી, અંતે રૂ.4.50 ઘટી રૂ.9 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *