Maharashtra

સોનાનો વાયદો રૂ.182 અને ચાંદીનો વાયદો રૂ.225 વધ્યોઃ ક્રૂડ તેલ ઢીલું

કોટન, મેન્થા તેલના વાયદાના ભાવમાં સાર્વત્રિક સુધારોઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7370 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.14387 કરોડનું ટર્નઓવર : બુલડેક્સ વાયદામાં રૂ.20 કરોડનાં કામકાજ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 3,07,428 સોદાઓમાં કુલ રૂ.21,776.28 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,369.58 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.14,386.54 કરોડનો હતો.

કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 84,619 સોદાઓમાં કુલ રૂ.3,652.30 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ફેબ્રુઆરી વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.54,262ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.54,275 અને નીચામાં રૂ.54,030ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.182 વધી રૂ.54,233ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.124 વધી રૂ.43,403 અને ગોલ્ડ-પેટલ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.6 વધી રૂ.5,341ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની જાન્યુઆરી વાયદો 10 ગ્રામદીઠ રૂ.53,860ના ભાવે ખૂલી, રૂ.143 વધી રૂ.53,884ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.67,362ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.67,681 અને નીચામાં રૂ.66,892ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.225 વધી રૂ.67,259ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.248 વધી રૂ.67,250 અને ચાંદી-માઈક્રો ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.263 વધી રૂ.67,260 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,024 સોદાઓમાં રૂ.1,290.22 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ રૂ.0.90 ઘટી રૂ.214.55 અને જસત ડિસેમ્બર વાયદો રૂ.0.15 ઘટી રૂ.284ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.70 વધી રૂ.708.60 તેમ જ સીસું ડિસેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.186ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 35,495 સોદાઓમાં કુલ રૂ.2,397.09 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,972ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,008 અને નીચામાં રૂ.5,912ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.7 ઘટી રૂ.5,961 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.9.60 ઘટી રૂ.494.10 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 454 સોદાઓમાં રૂ.29.97 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ડિસેમ્બર વાયદો 1 ગાંસડીદીઠ રૂ.31,280ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.31,540 અને નીચામાં રૂ.31,220ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.210 વધી રૂ.31,420ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ડિસેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.21 વધી રૂ.985.40 થયો હતો.

કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,109.56 કરોડનાં 2,049.604 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,542.74 કરોડનાં 377.565 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.866.30 કરોડનાં 14,51,500 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં રૂ.1,531 કરોડનાં 3,14,92,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં રૂ.16.32 કરોડનાં 5200 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.13.65 કરોડનાં 138.96 ટનના વેપાર થયા હતા.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 19,405.489 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 917.553 ટન, ક્રૂડ તેલમાં 25,56,200 બેરલ અને નેચરલ ગેસમાં 1,67,86,250 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 59,300 ગાંસડી, મેન્થા તેલમાં 433.8 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.20.16 કરોડનાં 267 લોટ્સના વેપાર થયા હતા. બુલડેક્સ ડિસેમ્બર વાયદો 15,119ના સ્તરે ખૂલી, 33 પોઈન્ટ વધી 15,109ના સ્તરે હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.14,386.54 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.377.70 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.148.21 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.11,892.21 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,968.24 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ.330.07 કરોડનું થયું હતું.

સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.191.80 ખૂલી, ઊપરમાં રૂ.205.80 અને નીચામાં રૂ.159.50 રહી, અંતે રૂ.6.80 ઘટી રૂ.180.10 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.500ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.27.50 ખૂલી, ઊપરમાં રૂ.34.45 અને નીચામાં રૂ.26.85 રહી, અંતે રૂ.4.45 ઘટી રૂ.32.85 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.55,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.397 ખૂલી, ઊપરમાં રૂ.421 અને નીચામાં રૂ.345.50 રહી, અંતે રૂ.28 વધી રૂ.398.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,684.50 ખૂલી, ઊપરમાં રૂ.1,773 અને નીચામાં રૂ.1,535 રહી, અંતે રૂ.25.50 વધી રૂ.1,597 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.54,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.396 ખૂલી, ઊપરમાં રૂ.455 અને નીચામાં રૂ.375.50 રહી, અંતે રૂ.59 વધી રૂ.439.50 થયો હતો.

આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ડિસેમ્બર રૂ.6,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.201.40 ખૂલી, ઊપરમાં રૂ.241.80 અને નીચામાં રૂ.190 રહી, અંતે રૂ.4.30 વધી રૂ.214.80 થયો હતો. જ્યારે નેચરલ ગેસ ડિસેમ્બર રૂ.450ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.15.95 ખૂલી, ઊપરમાં રૂ.19.60 અને નીચામાં રૂ.14.80 રહી, અંતે રૂ.2.65 વધી રૂ.15.40 થયો હતો. સોનું જાન્યુઆરી રૂ.53,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.360 ખૂલી, ઊપરમાં રૂ.392.50 અને નીચામાં રૂ.351.50 રહી, અંતે રૂ.34.50 ઘટી રૂ.360 થયો હતો. સોનું-મિની ડિસેમ્બર રૂ.50,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.23.50 ખૂલી, ઊપરમાં રૂ.35 અને નીચામાં રૂ.23.50 રહી, અંતે રૂ.5 વધી રૂ.26.50 થયો હતો. ચાંદી ફેબ્રુઆરી રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,650 ખૂલી, ઊપરમાં રૂ.1,752.50 અને નીચામાં રૂ.1,538.50 રહી, અંતે રૂ.63.50 ઘટી રૂ.1,679.50 થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *