Maharashtra

સોનુ સૂદ ફરી એકવાર લોકોની મદદ કરતો જાેવા મળ્યો અભિનેતા સોનુ સૂદે ઈજાગ્રસ્ત વ્યક્તિને લઈ હોસ્પિટલ પહોંચ્યો

 

મુંબઈ
કોરોનાના સમયગાળા દરમિયાન હજારો અજાણ્યા લોકો માટે મસીહા બનેલા બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે મોગામાં એક માનવ જીવન બચાવીને ફરી એક દાખલો બેસાડ્યો છે. સોનુ તેના જીવનમાં એવું અદ્ભુત કામ કરી રહ્યો છે કે જ્યારે પણ માનવતાની વાત આવે ત્યારે સોનુ સૂદનું નામ સૌથી પહેલા લેવામાં આવશે અને તેના ઉમદા કાર્યોને પેઢી દર પેઢી ઉદાહરણ તરીકે આપવામાં આવશે. સોનુ સૂદ તું ખરેખર વાસ્તવિક જીવનનો હીરો છે.કોઈનો જીવ બચાવવો એ માનવતાનું સૌથી મોટું ઉદાહરણ છે. જીવ બચાવનાર કોઈ ‘ઈશ્વર’થી ઓછો નથી. બોલિવૂડ એક્ટર સોનુ સૂદ ખરેખર લોકો માટે ‘ઈશ્વર’ સ્વરૂપ છે. અભિનેતાએ માત્ર ઘણા લોકોનું જીવન જ બદલી નાખ્યું છે, પરંતુ ઘણાને નવું જીવન આપવામાં પણ મદદ કરી છે. અજાણ્યા લોકોની મદદ કરવામાં સૌથી આગળ રહેનાર બોલિવૂડ સ્ટાર સોનુ સૂદે હવે ફરી એકવાર જીવ બચાવી બેસ્ટ ઉદાહરણ આપ્યું છે. પંજાબના મોગા જિલ્લાના કોટકપુરા બાયપાસની છે. અહીં એક વ્યક્તિનો કાર અકસ્માત થયો હતો. ત્યાંથી પસાર થઈ રહેલા સોનુ સૂદે અકસ્માત જાેયો તો તે મદદ માટે ત્યાં જ રોકાઈ ગયો. ૨ વાહનોના અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને સોનુએ જાતે જ બહાર કાઢ્યો હતો અને હોસ્પિટલમાં લઈ જઈ સારવાર કરાવી હતી. મોગાના કોટકપુરા બાયપાસ પર બે વાહનોનો અકસ્માત થયો હતો. સોનુ સૂદ ત્યાંથી પસાર થતાં જ તે પોતાની જાતને રોકી શક્યો નહીં. તેણે પોતાની કાર રોકી અને ટીમના સભ્યોની મદદથી ઘાયલ વ્યક્તિને કારમાંથી બહાર કાઢ્યો. તેને ખોળામાં લઈને પોતાની કારમાં બેસાડી તેને હોસ્પિટલ લઈ ગયો અને તેની સારવાર કરાવી. મળતી માહિતી મુજબ ઘાયલ વ્યક્તિની હાલત હવે ખતરાની બહાર છે.

Sonu-Sood-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *