Maharashtra

હમસાએ મૂંડન કરીને ફોટોશૂટ કરાવ્યું

મુંબઈ
સામાન્ય માણસની જેમ સાઉથ એક્ટ્રેસિસ હમસા નંદીની પણ કેન્સર સામે ઝઝૂમી રહી છે. ૩૭ વર્ષીય એક્ટ્રેસ હમસા નંદિનીને બ્રેસ્ટ કેન્સર છે અને હાલ તેની કિમોથેરાપી સેશન લઈ રહી છે. કિમોથેરાપીને કારણે હમસાએ પોતાના સુંદર વાળ ગુમાવ્યા છે. હમસાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી મૂંડન સાથેના ફોટોશૂટની તસવીરો શેર કરી છે. મૂંડનમાં પણ હમસા રોક ઓન લાગી રહી છે. હમસાએ ફેશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાના ઇન્ડિયન વેરને પહેરીને ફોટોશૂટ કરાવ્યું છે. એથનિક લૂકમાં હમસા સ્ટનિંગ લાગી રહી છે. મૂંડન સાથે ફોટોશૂટ કયું હોવા છતાં તેના લૂકમાં જરાય પણ ગ્લેમરસ અંદાજ ના હોય તેવું નથી લાગી રહ્યું. ફોટોશૂટમાં હમસા પેસ્ટલ કલરના સૂટમાં જાેવા મળી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ હમસાની આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા યૂઝર્સ બ્યુટી માત્ર ફેસ કે અન્ય આઉટર બોડીથી નહીં પણ ઇનરબ્યુટીથી વધારે સુંદર લાગે છે. આ પ્રકારની કોમેન્ટ્‌સ કરીને સોશિયલ મીડિયા યૂઝર્સ હમસાનો ઉત્સાહ વધારવાની સાથે તેના સ્પિરિટને સલામ કરી રહ્યાં છે.

Hamsa-Nandini-Actress.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *