મુંબઈ
રણબીર કપૂર સ્ટાર બ્રહ્માસ્ત્ર બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. ભારે વિરોધ હોવા છતાં પણ ફિલ્મનું કલેક્શન ભારતમાં લગભગ ૩૬ કરોડ અને વર્લ્ડવાઈડ ૭૫ કરોડ રૂપિયા થયું છે. ફિલ્મના ક્રેઝનો અંદાજ એ વાતથી લગાવી શકાય છે કે દિલ્હીમાં ચાલી રહેલા બધા શો લગભગ હાઉસફૂલ છે. તેના કારણે થિયેટર માલિકોએ સવારે ૬ વાગ્યાનો શો શરૂ કરવાનો ર્નિણય કર્યો છે. ૨૧ વર્ષ પહેલા ગદર માટે સવારે ૬ વાગે શો શરૂ કરવામાં આવ્યા હતા. તેમજ મુંબઈમાં પણ ફિલ્મના શોનું ટાઈમિંગ સવારે ૮ વાગ્યાથી રાખવામાં આવ્યું છે. ઓડિયન્સ આ ફિલ્મ ૈંસ્છઠ અથવા ૩ડ્ઢમાં જાેવા માગે છે. જેના કારણે શો વહેલી સવારે શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. બ્રહ્માસ્ત્રના સવારના શોને લઈને સિનિયર ક્રિટિક ઈંદર મોહન સિંહ પન્નૂએ જણાવ્યું કે, ૨૧ વર્ષ પછી આવું જાેવા મળી રહ્યું છે. અગાઉ વહેલી સવારના શો પ્રિન્ટ/રીલ યુગમાં હતા. પછી ફિલ્મોનાં ગીતો એટલાં જાેરદાર હિટ થતાં કે થિયેટર માલિકો શો વહેલા શરૂ કરી દેતા હતા. હવે સેટેલાઇટથી ઓપરેટ થતા સમયે શોને વહેલો શરૂ કરવો એ મોટી વાત છે. જે ‘બ્રહ્માસ્ત્ર’ માટે પણ થઈ રહ્યું છે કારણ કે ફિલ્મના ફહ્લઠ વિશે જબરદસ્ત બઝ છે. રિપોર્ટ મુજબ, બ્રહ્માસ્ત્રના એક એક્ઝીબિટરે આ સમાચારની પુષ્ટિ કરી છે. તેમને કહ્યું, ૈંસ્છઠ વર્ઝનના ઘણા શો શુક્રવારે હાઉસફુલ થઈ ગયા છે. ઘણાં થિયેટરોમાં રવિવારના શો પ્રી-બુકિંગને કારણે પહેલેથી જ સંપૂર્ણ બુક થઈ ગયા છે. એટલા માટે અમે શોની સંખ્યા વધારવાનું નક્કી કર્યું છે અને ઘણાં શહેરોમાં સવારે ૬ વાગ્યાના શો છે. એક્ઝિબિટરે વાત કરતા કહ્યું કે, બ્રહ્માસ્ત્રના ફહ્લઠની ખૂબ પ્રશંસા કરવામાં આવી રહી છે. દર્શકો આ ફિલ્મને માત્ર ૈંસ્છઠ અથવા ૩ડ્ઢમાં જ જાેવા માંગે છે. તેથી જ આ ફોર્મેટમાં ફિલ્મના શોની માંગ વધારે છે. જાેકે આ વહેલા શોની વ્યવસ્થા ફક્ત વીકએન્ડ માટે કરવામાં આવી છે. વીકએન્ડ પછી ફિલ્મના શો વધારવા કે નહીં, તે ડિમાન્ડ બાદ જ નક્કી થશે. અયાન મુખર્જીના ડિરેક્શનમાં બનેલી આ ફિલ્મ ૯ સપ્ટેમ્બરના રોજ ભારતમાં ૫૦૧૯ સ્ક્રીન્સ પર તથા વિદેશમાં ૩૮૯૪ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ છે. ફિલ્મના ડિસ્ટ્રિબ્યુશન રાઇટ્સ સ્ટાર સ્ટુડિયોની પાસે છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ ૮૯૧૩ સ્ક્રીન્સ પર રિલીઝ કરવામાં આવી છે. ઓપનિંગ ડે માટે ‘બ્રહ્માસ્ત્ર’ની અંદાજે ૧૧ કરોડ ટિકિટ વેચાઈ હતી. હિંદી બેલ્ટમાં ૧૦ કરોડ રૂપિયાની ટિકિટ વેચાઈ હતી. અયાનની આ ફિલ્મ ‘ઇઇઇ’ના હિંદી વર્ઝનને એડવાન્સ બુકિંગમાં પાછળ મૂકી દીધું છે. રાજમૌલિની આ ફિલ્મનું એડવાન્સ બુકિંગ ૭ કરોડનું હતું.


