Maharashtra

હૃતિક રોશને ફાલ્ગુની પાઠક સાથે જાેરદાર ગરબા કર્યાં, ડાન્સ જાેઈ ક્રેઝી થયા ફેન્સ

મુંબઈ
હૃતિક રોશન પોતાની ફિલ્મ ‘વિક્રમ વેધા’ને લઇ ચર્ચામાં છે. ફિલ્મ ૩૦ સપ્ટેમ્બરે રિલીઝ થઇ જે ઘણા દિવસોથી ચર્ચામાં હતી. ફિલ્મમાં હૃતિક સાથે સેફ અલી ખાન પણ જાેવા મળી રહ્યો છે. બંનેએ ફિલ્મમાં શાનદાર એક્ટિંગ કરી છે. એક બાજુ વિક્રમ વેધા બોક્સ ઓફિસ પર છવાયેલી છે તો બીજી તરફ હૃતિક-સેફ ફિલ્મનું ખુબ પ્રોમોશન કરી રહ્યા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર હૃતિક રોશનનો એક વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગરબા ક્વીન, ડાન્સિંગ સેન્સેશન અને ખુબ સારી સિંગર ફાલ્ગુની પાઠક સાથે સ્ટેજ પર ગરબા રમતો જાેવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બોલિવૂડના ગ્રીક ગોડ હોવા ઉપરાંત હૃતિક રોશન પોતાની કિલર ડાન્સિંગ સ્કિલ્સ અને સારી એક્ટિંગ માટે જાણીતો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં હૃતિકે ફરી એકવાર પોતાના ચાહકોને ડાન્સિંગ સ્કિલ્સથી મંત્રમુગ્ધ કરી દીધા છે. ગરબા કરતી વખતે તેની સ્ટાઈલ અને ડાન્સ સ્ટેપ્સ ખૂબ જ સારા હતા. ફાલ્ગુની પાઠક સાથે હૃતિકની આ ગરબા સ્ટાઈલ બધાને પસંદ આવી રહી છે. વીડિયોમાં હૃતિકનો નવરાત્રી જાેશ અને ઉત્સાહ જાેતા જ બની રહ્યો છે. વીડિયોમાં હૃતિક ડેનિમ જીન્સ અને સફેદ ઓપન શર્ટમાં જાેવા મળી રહ્યો છે. ત્યારે ફાલ્ગુની ગ્રીન આઉટફિટમાં જાેવા મળી રહી છે. હવે વાત કરીએ હૃતિકની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘વિક્રમ વેધા’ની, જેનું નિર્દેશન દિગ્દર્શક પુષ્કર-ગાયત્રીએ કર્યું છે. ફિલ્મમાં હૃતિક-સૈફ ઉપરાંત રોહિત સરાફ અને રાધિકા આપ્ટે પણ મહત્વની ભૂમિકામાં જાેવા મળ્યા. મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર, ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. ફિલ્મે રિલીઝના ચોથા દિવસે લગભગ ૫૦ કરોડની કમાણી કરી લીધી છે. તમને જણાવી દઈએ કે ‘વિક્રમ વેધા’ બાદ હવે રિતિક આગામી દિવસોમાં ફિલ્મ ફાઈટરમાં દીપિકા પાદુકોણ સાથે જાેવા મળશે. આ ફિલ્મ સિવાય હૃતિક ક્રિશ ૪માં પણ જાેવા મળશે.

File-01-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *