Maharashtra

હેર ટ્રાંસપ્લાંટ બાદ દયાનંદ શેટ્ટીનું દર્દ છલકાયું, ફેન્સ સાથે શેર કર્યો પોતાનો અનુભવ

મુંબઈ
તમને ઝ્રૈંડ્ઢ નો દયા તો યાદ જ હશે. ઝ્રૈંડ્ઢ એ દયાનંદ શેટ્ટીને ઘરે-ઘરે ખ્યાતિ અપાવી છે. દરેક દરવાજાે તોડી નાખનાર દયાનંદ શેટ્ટી આ દિવસોમાં હેડલાઇન્સમાં છે. આ વખતે દયા ઉર્ફે દયાનંદ કોઈ દરવાજાે તોડવા માટે નહીં પરંતુ તેના અંગત જીવનને લઇ ચર્ચામાં આવ્યો છે. તાજેતરના મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું છે. આજતકના એક રિપોર્ટ અનુસાર, દયાનંદ શેટ્ટીએ હેર ટ્રાન્સપ્લાન્ટની આખી જર્ની તેના ફેન્સ સાથે શેર કરી છે. આ અભિનેતાએ જણાવ્યું કે આ સમયગાળા દરમિયાન તેને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને તેનો અનુભવ કેવો રહ્યો. જેમ કે સામાન્ય રીતે લોકો જાણે છે કે હેર ટ્રાન્સપ્લાન્ટ દરમિયાન ખૂબ દુખાવો અને સોજાે આવે છે પરંતુ મીડિયા રિપોર્ટ્‌સ અનુસાર આ અભિનેતા સાથે આવું કંઈ થયું નથી. દયાનંદ શેટ્ટીને હેર ટ્રાન્સપ્લાન્ટ પછી લગભગ ૨૦-૨૧ દિવસ સુધી દુખાવો થતો હતો પરંતુ હવે તે દુખાવો ઓછો થઈ ગયો છે. તેણે દવાઓ લેવાનું બંધ કરી દીધું છે. હજી પણ ક્યારેક માથામાં થોડો દુખાવો થાય છે પરંતુ જાે કોઈ વસ્તુ માથામાં અથડાય તો તે ખૂબ જ દુઃખે છે. આ અભિનેતાની આંખોની નીચે થોડો સોજાે હતો, પરંતુ બાકીના ચહેરા પર કોઈ અસર જાેવા મળી ન હતી. તેણે કહ્યું કે જાે તેને આવતા મહિનામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડશે તો તે ફેન્સ સાથે શેર કરશે.

File-01-Page-37.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *