Nagaland

બીલીમોરાના ભેંસલા ગામે ટ્રેનની અડફેટે ૧ વ્યક્તિનું મોત

બીલીમોરા
બીલીમોરા નજીકના ભેંસલા ગામે અનેક જગ્યાએ ફરી ફરીને કચરો વીણવાનું કામ કરતાં બે શ્રમજીવી રેલવે પુલ ઉપર અમલસાડ-બીલીમોરા વચ્ચેના રેલવે ટ્રેક પર સાંજે કચરો વીણી રહ્યાં હતા. તે સમયે અપડાઉન બંને લાઈન ઉપર એકજ સમયે ટ્રેનો આવતા કચરો વીણતાં બંને શ્રમજીવીઓ ગભરાઇ ગયા હતા. જેમાં કચરો વીણતાં આશિષ મેજીભાઈ મકવાણા (ઉ.વ. ૩૮, રહે. સુરત ફૂટપાથ, મૂળ રહે. વડોદરા) તેમજ ટૂકનો ઓડિયો (ઉ.વ. ૬૦, ઉધના દરવાજા ફૂટપાથ પર, મૂળ રહે.ઓરિસ્સા) ટ્રેન અડફેટે ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા. જેમાં ટૂકનો ઓડિયોનું ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. જ્યારે આશિષ મકવાણા ટ્રેન અડફેટથી બચવા પુલ પરથી નીચે કૂદકો મારવાનો પ્રયત્ન કરતા તેમનો પગ ટ્રેન નીચે આવી જતા તેમને ગંભીર ઇજા પહોંચી હતી. આ ઘટનાની જાણ ટ્રેનના ગાર્ડે બીલીમોરા રેલવે સ્ટેશને જાણ કરતા રેલવે પોલીસ અને બીલીમોરા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. જ્યાં આશિષ મકવાણાને વધુ સારવાર અર્થે વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. આ ઘટના અંગે બીલીમોરા પોલીસે અકસ્માત મોત નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.બીલીમોરા નજીકના ભેંસલા ગામે કચરો ઉઠાવતા બે શ્રમજીવી ટ્રેન અડફેટે આવી જતા એક શ્રમજીવીનું મોત નિપજ્યું હતું. જયારે એક શ્રમજીવીને ગંભીર ઇજા પહોંચતા તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. જ્યાં તેના બંને પગે ગંભીર ઇજાઓ પહોંચતા પગ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

Page-32.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *