Odisha

ઓડિશામાં એક તાંત્રિકે પરિણિતા પર ૭૯ દિવસ સુધી દુષ્કર્મ આચર્યું

ઓડીસા
ઓડિશામાં એક તાંત્રિક પર વિવાહિત જીવનમાં વિવાદ ઉકેલવાના બહાને એક મહિલા પર ૭૯ દિવસ સુધી બળાત્કાર કરવાનો આરોપ હોવાનો ચોંકાવનારે મામલો સામે આવ્યો છે. આ દરમિયાન મહિલા અને તેના અઢી વર્ષના માસૂમ પુત્રને રૂમમાં બંધક બનાવીને રાખવામાં આવ્યો અને તાંત્રિક મહિલાના પુત્રની સામે જ તેના પર દુષ્કર્મ આચરતો હતો. પોલીસે મહિલા અને તેના પુત્રને બંધ રૂમમાંથી મુક્ત કરાવ્યા છે, પરંતુ તાંત્રિક હાલ ફરાર થઈ ગયો છે. પીડિત મહિલાએ પોલીસને આપેલી ફરિયાદમાં તેના પતિ અને સાસરિયાઓ પર આક્ષેપો કર્યા છે. મહિલાના જણાવ્યા અનુસાર તેના લગ્ન ૨૦૧૭માં થયા હતા. ત્યારથી દહેજ માટે તેને સાસરિયાંમાં માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. તેના પતિ અને સાસરિયાઓએ લગ્નજીવનમાં ઝઘડાઓ ઉકેલવા માટે એક તાંત્રિકનો સંપર્ક કર્યો હતો. તાંત્રિકે વચન આપ્યું હતું કે, જાે તે મહિલાને થોડા મહિના માટે તેની રહેવા દેવામાં આવે તો બધું સારું થઈ જશે. પરંતુ મહિલા તેના માટે તૈયાર ન હતી. મહિલાએ પોલીસ સામે આરોપ લગાવતા રહ્યું છે કે એક દિવસ તેની સાસુએ તેના ભોજનમાં નશીલા પદાર્થ ભેળવીને તેને ખવડાવી, જેના કારણે તે બેહોશ થઈ ગઈ હતી. જ્યારે તેની આંખ ખુલી તો તે તાંત્રિકના રૂમમાં પહોંચી ગઈ હતી. નજીકમાં જ તેનો અઢી વર્ષનો પુત્ર પણ હતો. મહિલાનો આરોપ છે કે તાંત્રિક માસૂમ બાળકની સામે તેની પર બળાત્કાર ગુજારતો હતો. આ બધું ૭૯ દિવસ સુધી ચાલ્યું હતું. મહિલાના જણાવ્યા પ્રમાણે ૨૮ એપ્રિલે તાંત્રિક રૂમમાં પોતાનો ફોન ભૂલી ગયો હતો. તક જાેઈને મહિલાએ તાંત્રિકના ફોનથી તેના પિયરમાં ફોન કર્યો હતો. મહિલાના મોઢેથી આખી વાત સાંભળ્યા બાદ માતા-પિતાએ પોલીસને જાણ કરી હતી. પરંતુ પોલીસ તાંત્રિકના અડ્ડા પર પહોંચી ત્યાં સુધીમાં તે નાસી જવામાં સફળ થઈ ગયો હતો. પોલીસે તેની સામે આઈપીસી કલમ ૩૭૬ હેઠળ કેસ નોંધ્યો છે. મહિલાએ એફઆઈઆરમાં તેના પતિ, પતિના ભાઈ અને અન્ય સાસરિયાઓના નામ પણ લખાવ્યા છે. જાે કે હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું કહેવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *