Odisha

વાંદરાઓના ત્રાસથી લોકોએ પંચાયત ચુંટણીનો બહિષ્કાર કર્યો

ઓડીશા
ઓડિશાના દેવઘર જિલ્લાના તિલાઈબાની બ્લોકની ઝારંગોગુઆ, ગંડમ, પરપોશી, દિમિરકુડા અને ઝારમુંડા ગ્રામ પંચાયતોના લોકોએ મોબાઈલ નેટવર્કના અભાવને કારણે મતદાનનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. ગામના લોકોએ ‘નો નેટવર્ક નો વોટ’નું પોસ્ટર પણ લગાવ્યું છે. ૨૭ ગામોનો સમાવેશ કરતી આ પાંચ ગ્રામ પંચાયતોમાં ૧૩,૫૧૬ થી વધુ લોકો છે અને મોબાઈલ કનેક્ટિવિટીના અભાવે તેમના માટે ઓનલાઈન શિક્ષણ અને આરોગ્ય સેવાઓનો લાભ મેળવવો મુશ્કેલ બન્યો છે. એ જ રીતે કેન્દ્રપારા જિલ્લાના બીજપુર ગામના લોકોએ ગામમાં શાળાઓ બંધ કરવાના સરકારના ર્નિણય સામે પોતાનો રોષ વ્યક્ત કરીને મતદાન ન કરવાનો ર્નિણય લીધો છે. રાજ્ય સરકારની વિલીનીકરણની નીતિ હેઠળ ગામની પ્રાથમિક શાળા બે વર્ષ પહેલા બંધ કરવામાં આવી હતી. આ શાળાઓ નજીકના સના અઢાંગા ગામમાં આવેલી શાળા સાથે મર્જ કરવામાં આવી હતી. ગામના લોકોનું કહેવું છે કે, તેઓ છેલ્લા બે વર્ષથી આ વિલીનીકરણનો વિરોધ કરી રહ્યા છે અને તેમની ફરિયાદ મુખ્યમંત્રીને પણ કરી ચૂક્યા છે, પરંતુ આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.ઓડિશામાં આવતા મહિને થનારી ત્રિ-સ્તરીય પંચાયતની ચૂંટણીઓ પહેલા, દરિયાકાંઠાના ભદ્રક જિલ્લાના એક ગામના મતદારોની તમામ ઉમેદવારોની વિચિત્ર માંગ છે. મતદારોની માંગ છે કે વાંદરા (સ્ર્હાીઅ)ઓને ભગાડવામાં આવે નહીંતર તેઓ ચૂંટણીનો બહિષ્કાર કરશે. ભદ્રક જિલ્લાના તલપાડા ગ્રામ પંચાયતના ગોપગદાધરપુર ગામમાં છેલ્લા બે મહિનામાં સિમિયન (એક પ્રકારનો વાંદરો)ના હુમલામાં લગભગ એક ડઝન લોકો ઘાયલ થયા છે. આ વાંદરાઓના હુમલાથી ઘાયલ થયેલા ઘણા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા અનુસાર ૩૦ વાંદરાઓનું એક જૂથ સતત ગ્રામીણો પર હુમલો કરી રહ્યું છે. વાંદરાના હુમલાથી નારાજ ગ્રામજનોએ હવે આવતા મહિને યોજાનારી પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો ર્નિણય લીધો છે. જિલ્લા પરિષદના સભ્ય ચિંતામણિ દાસ તિહિડી પંચાયત સમિતિના સભ્ય પદ માટે ચૂંટણી લડી રહ્યા છે. ચિંતામણિ દાસનું કહેવું છે કે અહીંના લોકો ઇચ્છે છે કે તેમને વાંદરાઓથી મુક્તિ અપાવવાનું નક્કર આશ્વાસન મળે, નહીં તો તેઓ મત નહીં આપે. તેમણે કહ્યું કે પહેલા વાંદરાઓ શાકભાજી કે ફળ ખાતા હતા, પરંતુ છેલ્લા બે મહિનામાં તેઓ ખૂબ હિંસક બની ગયા છે. એક મહિલાને આ વાંદરાઓએ પકડીને તેના ખભા પર ડંખ માર્યો હતો. જે બાદ તે ઘણા અઠવાડિયા સુધી હોસ્પિટલમાં દાખલ હતી. તે જ સમયે, તિહાડી પંચાયતના ભૂતપૂર્વ સભ્ય હરિશ્ચંદ્ર મિશ્રા કહે છે કે વાંદરાઓના કારણે લોકો માટે રસ્તા પર ચાલવું મુશ્કેલ થઈ ગયું છે, કારણ કે વાંદરાઓ તેમનો પીછો કરવા લાગે છે. તેમણે કહ્યું કે ‘અમે નસીબદાર છીએ કે શાળાઓ બંધ છે અને બાળકો સુરક્ષિત છે, નહીંતર આ ખતરનાક વાંદરાએ બાળકો પર પણ હુમલો કર્યો હોત. અમે ઈચ્છીએ છીએ કે કોઈપણ સભ્ય અમને નક્કર ખાતરી આપે કે તેઓ અમને વાંદરાઓથી મુક્તિ અપાવશે, નહીં તો અમે અમારા મતનો ઉપયોગ કરીશું નહીં. વાંદરાઓ રસોડામાંથી ફળો અને શાકભાજી લઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *