ઓડીશા
ભારતના વાયુમંડળમાં દુશ્મનની બેલિસ્ટિક મિસાઇલ અને ફાઇટર જેટ્સના દાખલ થતાં પહેલાં જ તોડી પાડી શકાય છે. આમ એટલા માટે કારણ કે ભારતે બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ એટલે કે બીએમડીની ફેજ-૨ મિસાઇલ સિસ્ટમનું પહેલીવાર સફળ પરીક્ષણ કરવામાં આવ્યું છે. આ મિસાઇલ સિસ્ટમની રેંજ એક્સો-એટમેસફિયર એટલે વાયુમંડળના ઠીક બહાર સુધી છે અને પોતાની વાયુમંડળમાં દુશ્મનની મિસાઇલ અને ફાઇટર જેટને ઘૂસવા નહી દે. બુધવારે ડીઆરડીઓએ ઓડિશાના તટથી ફેજ- ૈંૈં બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ ઇન્ટરસેપ્ટરનું પ્રથમ સફળ ઉડાન પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રાલયે આ પરીક્ષણ પર સત્તાવાર નિવેદન જાહેર કરી જણાવ્યું કે ડીઆરડીઓએ ૨ નવેમ્બરના રોજ ઓડિશાના તટ પાસે એપીજે અબ્દુલ કલામ દ્રીપથી લાર્જ કિલ એલ્ટિટ્યૂડ બ્રેકેટ સાથે ફેજ- ૈંૈં બેલિસ્ટિક મિસાઇલ ડિફેન્સ (બીએમડી) ઇન્ટરસેપ્ટર એડી-૧ મિસાઇલનું પ્રથમ સફળ ઉડાણ પરીક્ષણ કર્યું. ઉડાણ-પરીક્ષણ વિભિન્ન ભૌગોલિક સ્થળો પર સ્થિત તમામ બીએમડી હથિયાર સિસ્ટમ તત્વોની ભાગીદારી સાથે કરવામાં આવી. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ડીઆરડીઓ અને એમડી-૧ ના સફળ ઉડાણ પરીક્ષણ સાથે જાેડાયેલે અન્ય ટીમોને શુભેચ્છા પાઠવી છે. તેમણે તેને દુનિયા ખૂબ ઓછા દેશો પાસે ઉપલબ્ધ ઉન્નત ટેક્નોલોજી સથે એક અનોખા પ્રકારના ઇંટરસેપ્ટર ગણાવ્યું. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે તેનાથી દેશની બીએમડી ક્ષમતા આગામી સ્તર સુધી વધુ મજબૂત થશે. ડીઆરડીના સચિવ અને ડીઆરડીઓના અધ્યક્ષ ડો. સમીર વી કામતે સફળ પરીક્ષણ પર પોતાની ટીમને શુભેચ્છા પાઠવતાં કહ્યું કે આ ઇંટરસેપ્ટર ઉપયોગકર્તાઓને વધુ સંક્રિયાત્મક ઉપયોગ ક્ષમતા પ્રદાન કરશે અને ઘણા અલગ-અલગ પ્રકારના લક્ષ્યોને ભેદવાની ક્ષમતા રહેશે.