Odisha

ઓડિશામાં કોરોનાનો મૃત્યુઆંકમાં ચિંતાજનક વધારો

ઓડીશા
ઓડિશામાં શનિવારે એક દિવસમાં કોવિડ-૧૯ના કારણે મૃત્યુના ૧૫ કેસ નોંધાયા બાદ કુલ મૃતકોની સંખ્યા ૮,૫૭૫ થઈ ગઈ છે, જ્યારે કોવિડના ૪,૮૪૨ નવા કેસ સાથે કુલ સંક્રમિતોની સંખ્યા ૧૨,૪૧,૦૬૮ પર પહોંચી ગઈ છે. ખુર્દા વિસ્તારમાં સૌથી વધુ કોરોનાના ૧,૨૫૩ નવા કેસ નોંધાયા છે. તમને જણાવી દઈએ કે,રાજ્યની રાજધાની ભુવનેશ્વરમાં ખુર્દા વિસ્તાર આવેલો છે. શુક્રવારે ઓડિશામાં કોરોનાનાના ૫૮,૫૩૩ કેસ નોંધાયા હતા અને ૧૦ લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *