Punjab

પંજાબની નવી સરકારે વીઆઈપીઓની સુરક્ષા પાછી ખેંચી લીધી

પંજાબ
પંજાબની આપ સરકારે ૪૨૪ ફૈંઁની સુરક્ષા પાછી ખેંચી લીધી છે. જે ફૈંઁ લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવામાં આવી છે, તેમાં ઘણા નિવૃત્ત અધિકારીઓ અને પૂર્વ ધારાસભ્યોનો સમાવેશ થાય છે. કહેવામાં આવી રહ્યું છે કે, સુરક્ષા પાછી ખેંચતા પહેલા પંજાબની નવી સરકારે આ મુદ્દે એક સમીક્ષા બેઠક કરી હતી, જેમાં ૪૨૪ લોકોને સુરક્ષાની જરૂર છે કે, કેમ તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠક બાદ રાજ્ય સરકારે સુરક્ષામાં ઘટાડો કરવાના આદેશ જાહેર કર્યા છે. સુરક્ષા પાછી ખેંચવાનું એક કારણ એ પણ જણાવવામાં આવી રહ્યું છે કે, પંજાબ પોલીસમાં પહેલાથી જ સ્ટાફની ભારે અછત છે. આવી સ્થિતિમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સામાન્ય સ્થળોએ સુરક્ષા કર્મચારીઓની અછતને પહોંચી વળવું મુશ્કેલ બની રહ્યું છે. આ પહેલા એપ્રિલમાં પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને પૂર્વ ધારાસભ્યો અને અન્ય નેતાઓ સહિત ૧૮૪ લોકોની સુરક્ષા પાછી ખેંચી લેવાનો આદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબના પૂર્વ મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની, કેપ્ટન અમરિંદર સિંહના પુત્ર રણિંદર સિંહ અને કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ સિંહ બાજવારેની પત્નીના પરિવારની સુરક્ષા ગયા મહિને પાછી ખેંચી લેવામાં આવી છે.

India-Panjab-Big-decision-of-AAP-government-of-Punjab-removal-of-security-of-424-VIPs.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *