પંજાબ
પંજાબ વિધાનસભા ચૂંટણીમાં ૫ બેઠક એવી છે જેનાપર આખા દેશની નજર છે. અહીંના પરિણામની અસર નવજાેત સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિહના રાજકીય કરિયર પર પડશે. આમ આદમી પાર્ટી ને મહુમતી તરફ આગળ વધી રહી છે. કોરોનાકાળમાં બધાની મદદ કરીને લોકપ્રિયતા મેળવનાર બોલિવૂડ સ્ટાર સોનુ સુદની રાજકીય ઈનિંગ શરૂ થતા પહેલા જ ખતમ થઈ જશે. જાે ઝ્રસ્ ચરણજીત ચન્ની બીજી બેઠક પર ચૂંટણી હારી જશે તો કોંગ્રેસના દલિત પોલિટિક્સને મોટો ઝટકો લાગશે. અમૃતસર ઈસ્ટની બેઠક પર મોટો ઉલટ ફેર જાેવા મળી રહ્યો છે. અહીં નવજાેત સિંહ સિદ્ધુ ત્રીજા નંબર પર ચાલી રહ્યા છે. પ્રથમ રાઉન્ડમાં આપના જીવનજાેત કૌરને ૧૫૦૦ મત, અકાલી દળના બિક્રમ મજીઠીયાને ૧૦૬૭ અને નવજાેત સિંહ સિદ્ધુને ૯૪૯ મત મળ્યા છે. બદૌડ બેઠક પરથી આમ આદમી પાર્ટીના લાભસિંહ અગ્ગોકે પંજાબના મુખ્યમંત્રીથી ૨૨૦૦ મતથી આગળ ચાલી રહ્યા છે. પંજાબની ૧૧૭માંથી ૬૯ બેઠક માલવા વિસ્તારમાં આવે છે. આ વિસ્તારમાં પર કબજાે કરવા માટે કોંગ્રેસે ચરણજીત ચન્ની પર દાવ રમ્યો હતો. ચન્ની બે બેઠક પર લડી રહ્યા છે. ચમકૌર સાહિબ બેઠક પરથી પણ ચન્ની પાછળ ચાલી રહ્યા છે. જાે ભદૌડ બેઠક પર તેઓ હારશે તો કોંગ્રેસમાં તેમના નેતૃત્વ પર સવાલ ઉઠશે. પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ પટિયાલા અર્બન બેઠક પરથી હારી ગયા છે. ૫ તબક્કાની મતગણતરી પછી કેપ્ટન ૧૦ હજાર મતથી પાછળ ચાલી રહ્યા હતા. છછઁના ઉમેદવાર અજીતપાલ કોહલીની જીત થઈ છે.
