Punjab

પંજાબમાં ચુંટણી પહેલા ડેરા પ્રમુખ રામ રહીમને ૨૧ દિવસની છુટ મળી

પંજાબ
આજીવન કેદની સજા ભોગવનાર ડેરા સચ્ચા સોદા બાબા રામરહીમ જેલની બહાર આવી ગયો છે. ગુરમીત રામ રહીમ સિંહને ૨૧ દિવસની ફર્લો મળી ગઈ છે. બાબાએ પહેલા ઘણી વખત ફર્લો માટે એપ્લાય કરી હતી પણ દરેક વખતે તેમની ફર્લો રદ કરી દેવામાં આવી હતી. હાલમાં બાબા રોહતકની સુનરિયા જેલમાં બંધ છે. જણાવી દઈએ કે ફર્લો એક છુટની જેમ હોય છે, જેમાં સજા પામેલા કેદીઓને જેલમાંથી રજા મળે છે અને તેઓ નિશ્ચિત સમય માટે પોતાના ઘરે જઈ શકે છે. પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલા મળેલી આ ફર્લોના ઘણા રાજકીય અર્થો પણ કાઢવામાં આવી રહ્યા છે. રામ રહીમને અલગ અલગ કારણોને લઈ પેરોલ તો મળી છે પણ ફર્લો પ્રથમ વખત મળી છે. તે પણ ૨૧ દિવસ માટે. આ દરમિયાન રામ રહીમને ફર્લો આપવા અંગે ઘણી બાબતો સાથે જાેડવામાં આવી રહી છે. જ્યાં રામ રહીમ પહેલીવાર સિરસા ડેરા પહોંચશે. તે જ સમયે, સિરસા ડેરામાં પણ અનુયાયીઓ જાેડાવા લાગ્યા છે. આવી સ્થિતિમાં પંજાબમાં ચૂંટણી છે અને રામ રહીમના બહાર આવવાને કારણે રાજકીય ચર્ચાઓ પણ શરૂ થઈ ગઈ છે. ગુરમીત રામ રહીમને સાધ્વી દુષ્કર્મ કેસમાં પંચકુલાની કોર્ટે ૨૫ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ હાજર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન ઝ્રમ્ૈંની સ્પેશિયલ કોર્ટે તેને દોષી ગણાવીને સુનારિયા જેલમાં મોકલી દીધો હતો. ૨૭ ઓગસ્ટે આ મામલે રોહતકની સુનારિયા જેલમાં જ ઝ્રમ્ૈંની કોર્ટ લગાવવામાં આવી, જેમાં રામ રહીમને ૨૦ વર્ષની સજા ફટકારવામાં આવી. પત્રકાર હત્યા કેસમાં રામ રહીમને પણ દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ દિવસથી રામ રહીમ જેલમાં સજા કાપી રહ્યો છે. ે પંજાબમાં ૩૦૦થી વધુ ડેરા છે. તેમાંથી લગભગ ૧૦ ડેરાના સમર્થકોની સંખ્યા લાખોમાં છે. જેમાં રાધાસ્વામી બ્યાસ, ડેરા સચ્ચા સોદા, નિરંકારી, નામધારી, દિવ્ય ચ્યોતિ જાગૃતિ સંસ્થાન, ડેરા સચખંડ બલ્લાં, ડેરા બેગોવાલના નામ મુખ્ય છે. ત્યારે પંજાબ ચૂંટણીમાં જાે ડેરાના સમર્થન મળી જાય તો પાર્ટીઓને મોટો ફાયદો થઈ શકે છે. આ જ કારણ છે કે મુખ્યપ્રધાન ચરણજીત સિંહ ચન્નીથી લઈ શિઅદ અધ્યક્ષ સુખબીર બાદલ અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ છેલ્લા કેટલાક દિવસથી ડેરા બ્યાસ અને ડેરા સચખંડ બલ્લામાં નતમસ્તક થવા પહોંચ્યા હતા. ત્યારે આ વખતે કોઈ પણ નેતા અત્યાર સુધી કોઈ ડેરા સચ્ચા સોદા ગયા નથી.

Ram-Rahim-.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *