અમૃતસર
પંજાબના અમૃતસરમાં આવેલી ગુરૂ નાનક દેવ હોસ્પિટલમાં શનિવારે ભીષણ આગ લાગી છે. જાણકારી પ્રમાણે ઓપીડીની પાસે એક મોટો વિસ્ફોટ થયો ત્યારબાદ ઇમારતમાં આગ લાગી હતી. આગ એટલી ભીષણ છે કે દૂર સુધી ધૂમાડો જાેવા મળી રહ્યો છે. આ આગની લપેટમાં ત્વચા અને કાર્ડિયોલોજી વોર્ડ પણ આપી ગયા હતા. ફાયર વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી. ઘણી મુશ્કેલી બાદ આગ પર કાબુ મેળવી શકાયો છે. આગને કારણે હોસ્પિટલમાં ઘણુ નુકસાન થયું છે. રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈના મૃત્યુ થયા નથી. સમય રહેતા હોસ્પિટલમાંથી ૬૫૦ લોકોને સુરક્ષિત બહાર કાઢી લેવામાં આવ્યા છે. હોસ્પિટલના સ્ટાફે દર્દીઓને તત્કાલ સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા હતા. હોસ્પિટલના અધિકારીઓએ વિસ્ફોટની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે, ઓપીડી પાસે લાગેલા બે વીજળી ટ્રાન્સફોર્મરમાં વિસ્ફોટ થયો, ત્યારબાદ હોસ્પિટલમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે, આગને કારણે કોઈ દર્દીના મોત થયા નથી, ન કોઈને ઈજા પહોંચી છે. દરેક ટ્રાન્સફોર્મરમાં લગભગ એક હજાર લીટર તેલ હતું જે ભારે ગરમીને કારણે આગ પડકી શકતુ હતું. તેમણે કહ્યું કે, ફાયરની ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે.
