પંજાબ
શ્રી હરગોબિંદપુરના ધારાસભ્ય લાડી કાદિયાના ધારાસભ્ય ફતેહજંગ સિંહ બાજવા સાથે ૨૮ ડિસેમ્બરે નવી દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીમાં જાેડાયા હતા. બંને ધારાસભ્યો કેન્દ્રીય મંત્રી અને ભાજપના પંજાબ પ્રભારી ગજેન્દ્ર સિંહ શેખાવતની હાજરીમાં ભાજપમાં જાેડાયા હતા. તેમની સાથે ક્રિકેટર દિનેશ મોંગિયા સહિત ઘણા નેતાઓ બીજેપીમાં જાેડાયા હતા. નવી દિલ્હીમાં પંજાબ ભાજપના પાર્ટી બાબતોના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર શેખાવતે તમામને ભાજપમાં સામેલ કર્યા હતા. ધારાસભ્ય બલવિંદર સિંહ લાડી શ્રી હગરગોબિંદપુરથી કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરે છે. એવી ચર્ચા હતી કે ભાજપ તેમને ત્યાંથી ઉમેદવાર બનાવી શકે છે. શ્રી હરગોબિંદપુર એક અનામત વિસ્તાર છે અને આ વિસ્તારમાં ભાજપનો કોઈ ખાસ આધાર નથી. લાડી પણ આ વિસ્તાર વિશે સારી રીતે વાકેફ છે. એવું કહેવામાં આવી રહ્યું હતું કે લાડી ટિકિટના આશ્વાસન પર જ ભાજપમાં ગયા હતા. ફતેહજંગએ પાર્ટી છોડતા માઝા ક્ષેત્રમાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પૂર્વ ક્રિકેટર દિનેશ મોંગિયા પણ મંગળવારે ભાજપમાં જાેડાયા હતા. ફતેહજંગ બાજવા કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રતાપ સિંહ બાજવાના ભાઈ છે. કેપ્ટન સરકારે તેમના પુત્રને રહેમરાહે સરકારી નોકરી આપી હતી, પરંતુ મામલો વધુ ગરમાય ગયો હતો.પંજાબના રાજકારણમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ભાજપમાં જાેડાયાના છ દિવસ બાદ જ પંજાબના ધારાસભ્ય બલવિંદર સિંહ લાડી ભગવા પાર્ટીથી અલગ થઈને ફરી કોંગ્રેસમાં જાેડાઈ ગયા છે. લાડીએ સોમવારે કહ્યું કે તેઓ રવિવારે રાત્રે કોંગ્રેસના પંજાબ મામલાના પ્રભારી હરીશ ચૌધરી અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્નીની હાજરીમાં કોંગ્રેસમાં પાછા ફર્યા છે.