પંજાબ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફિરોઝપુરમાં રેલીને સંબોધિત કરવાના હતા. જાે કે રેલી સ્થળના થોડાક કિલોમીટર પહેલા ઁસ્ મોદીનો કાફલો ૧૫થી ૨૦ મિનિટ સુધી રોડ પર અટવાઈ ગયો હતો, જેને વડાપ્રધાનની સુરક્ષામાં મોટી ચૂક માનવામાં આવી રહી છે. ભાજપ આ માટે પંજાબની કોંગ્રેસ સરકારને જવાબદાર ઠેરવી રહી છે. જેના પર હવે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ ઁસ્ મોદી પર વળતો પ્રહાર કર્યો છે. ઁસ્ મોદીને તેમના એક કાર્યક્રમમાં ખેડૂતોના આંદોલનની યાદ અપાવતા તેઓ કહે છે, ‘ખેડૂતો એક વર્ષથી વધુ સમય સુધી દિલ્હીની સરહદો પર ધરણા પર બેઠા હતા, પરંતુ ગઈકાલે જ્યારે ઁસ્ને લગભગ ૧૫ મિનિટ રાહ જાેવી પડી તો તેઓ હેરાન કેમ થઇ ગયા આ બેવડા ધોરણ શા માટે? મોદીજી, તમે કહ્યું હતું કે તમે ખેડૂતોની આવક બમણી કરશો, પરંતુ તેમની પાસે જે હતું તે તમે લઈ લીધું. આજે ગમે તેટલું નાટક કરો, ફોટો મુકો અને કહો આભાર, અમે કાળા કાયદા પાછા લઈ લીધા છે. ઁસ્ મોદી પંજાબના ફિરોઝપુરની મુલાકાતે હતા, જ્યાં તેઓ એક ચૂંટણી રેલીને સંબોધિત કરવાના હતા. પરંતુ, છેલ્લી ઘડીએ તેમણે કાર્યક્રમ કેન્સલ કરીને પરત ફરવું પડ્યું હતું. વાસ્તવમાં ઁસ્ મોદી પંજાબના ફિરોઝપુરમાં લગભગ ૨૦ મિનિટ સુધી જામમાં ફસાયા હતા. કેટલાક ખેડૂત વિરોધીઓએ હાઈવે બ્લોક કરી દીધો હતો. ઁસ્ની સુરક્ષામાં આને મોટી ચૂક માનવામાં આવી રહી છે.પંજાબમાં ઁસ્ નરેન્દ્ર મોદીની સુરક્ષામાં ચૂકને લઇને કોંગ્રેસ નેતા નવજાેત સિંહ સિદ્ધૂની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. આ મામલો હવે જાેર પકડી રહ્યો છે. રાજનીતી વધી ગઇ છે. આ મામલો સામે આવ્યા બાદ કોંગ્રેસ આક્રમક બની છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિદ્ધુએ કહ્યું કે ખેડૂતો દોઢ વર્ષ સુધી દિલ્હી બોર્ડર પર બેઠા હતા. કોઈએ કશું કહ્યું નહીં. જાે તમારે ૧૫ મિનિટ રાહ જાેવી પડે તો કેમ આટલુ કષ્ટ થઇ રહ્યુ છે.
