ગુરુગ્રામ
ગુરુગ્રામ સાયબર સિટીમાં ૨૪ વર્ષીય યુવકને લાકડીઓ વડે માર મારવાનો મામલો સામે આવ્યો છે. ઘટના મોડી રાત્રે સેક્ટર ૯ પોલીસ સ્ટેશન વિસ્તારની છે, જ્યાં રવિ નગર વિસ્તારમાં રહેતો સુમિત સોલંકી સેક્ટર ૯ના કોમ્યુનિટી સેન્ટરમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયો હતો. એટલામાં જ વિશાલ ઉર્ફે વિશુ, રાહુલ ઠાકુર, આકાશ, અંશુલ, અનુભવ ઉર્ફે ગુડ્ડુ, સોનુ અને વિકી ગુર્જર આવ્યા અને સુમિતને તંબુની પાછળ લઈ ગયા અને બેરહેમીથી માર મારવા લાગ્યા હતા. સુમિતે બદમાશોના ચુંગાલમાંથી ભાગવાનો અને બચવાનો પ્રયાસ પણ કર્યો હતો. પરંતુ દોઢ ડઝન બદમાશોએ તેને લાકડીઓ અને લોખંડના સળિયા વડે એટલો માર માર્યો કે તે બચી ન શક્યો. સુમિત કણસતો રહ્યો અને દયાની ભીખ માંગતો રહ્યો, પરંતુ બદમાશોએ જાણે સુમિતની હત્યા કરવાનું જ પ્લાનિંગ કરી લીધું હતું. તેઓ કહી રહ્યા હતા કે- તેને એટલો મારો કે મરી જાય. અને અંતે સુમિત મરી પણ ગયો. મૃતકના ભાઈ રોહિતના કહેવા મુજબ હત્યાના આરોપીની અદાવત મારી સાથે હતી. ગત હોળીના દિવસે પણ ઘટનામાં સંડોવાયેલા હત્યારાઓએ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મોડી રાત્રે પણ લગ્ન પ્રસંગમાં હત્યારાઓ મારી નાંખવા આવ્યા હતા, પરંતુ હું ન મળ્યો તો મારા ભાઈની હત્યા કરી દીધી. રોહિત અને ગુનામાં સંડોવાયેલા ગુનેગારો રવિનગર વિસ્તારમાં રહેતા હતા અને બંને જૂથો વચ્ચે લાંબા સમયથી કોઈ વિવાદને લઈને ઝઘડો ચાલતો હતો.ગુરુગ્રામમાં ૨૪ વર્ષીય યુવકને લાકડીઓ વડે માર મારવામાં આવ્યો હોવાનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. મામલો સેક્ટર-૯ વિસ્તારનો છે. જાનમાં આવેલા એક યુવક પર દોઢ ડઝનથી વધુ લોકોએ લાકડીઓ અને લોખંડના સળિયા વડે હુમલો કર્યો હતો. સુમિત નામનો આ પીડિત યુવક દયાની ભીખ માંગતો રહ્યો, પરંતુ હત્યારાઓએ બૂમો પાડતા સુમિત પર ર્નિદયતાથી હુમલો કર્યો હતો. આ ઘટના ગઈકાલે મોડી રાત્રે સેક્ટર-૯ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્યુનિટી સેન્ટર પાસે બની હતી. ગુરુગ્રામ પોલીસે મૃતકના સંબંધીઓની ફરિયાદ પર ૭ લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. જેમાં વિશાલ ઉર્ફે વિશુ, રાહુલ ઠાકુર, આકાશ, અંશુલ, અનુભવ ઉર્ફે ગુડ્ડુ, સોનુ અને વિકી ગુર્જર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ શરૂ કરવામાં આવી છે.
