Punjab

જી-૨૦ સમિટ અમૃતસરમાં યોજાશે,પંજાબ સરકારે શરૂ કરી તૈયારીઓ!

અમૃતસર
અમૃતસરમાં આગામી ય્-૨૦ સમિટનું આયોજન કરાઈ રહ્યું છે. જે માટે પંજાબ સરકારે તૈયારીઓ શરૂ કરી છે. અમૃતસરમાં યોજાવા જઈ રહેલા આ સમિટ માટે પંજાબ સરકારે એક સબ-કેબિનેટ કમિટીની રચના કરી છે. પંજાબમાં યોજાઈ રહેલા આ સંમેલનને સફળ બનાવવા માટે ચંદીગઢમાં કમિટીની બેઠક બોલાવાઈ છે. આ બેઠકમાં તમામ તૈયારીઓ મુદ્દે ચર્ચા થશે. બીજી તરફ સમિટની વાત કરીએ તો, તેમાં શિક્ષણ અને રોજગાર સહિતના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. આદમી પાર્ટીના એક નેતાના જણાવ્યા અનુસાર,અમૃતસરમાં જી-૨૦ સમિટને સફળ બનાવવા મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકાર દ્વારા રચાયેલી કેબિનેટ પેટા સમિતિની પ્રથમ બેઠક આજે ચંદીગઢમાં બોલાવવામાં આવી છે. તેમણે કહ્યું કે ય્૨૦ સમિટના મહત્વને ધ્યાનમાં રાખીને પંજાબ સરકાર દ્વારા વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ પર આધારિત એક સમિતિની રચના કરવામાં આવી છે, જે ય્૨૦ સમિટની દ્વારા પંજાબને દુનિયાના વિશ્વના નકશા પર લાવવા પુરી મહેનત કરાઈ રહી છે. પંજાબ સરકારના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી કુલદીપ સિંહ ધાલીવાલ, શિક્ષણ અને ખાણ મંત્રી હરજાેત સિંહ બેન્સ અને કેબિનેટ મંત્રી હરભજન સિંહ કેબિનેટ સમિતિની બેઠકમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે, પંજાબ માટે ગર્વની વાત છે કે જી-૨૦ સમિટ અમૃતસરમાં યોજાવા જઈ રહ્યું છે. ય્-૨૦ સમિટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને કેબિનેટ કમિટી અમૃતસરના બ્યુટિફિકેશન અને ડેવલપમેન્ટના કામને ઝડપી બનાવવા મુખ્યમંત્રી ભગવંત માનને રિપોર્ટ સોંપશે.

File-02-Page-06.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *