અમૃતસર
અમૃતસરના ગોલ્ડ ટેમ્પલમાં ગુરુ હરગોવિંદ સાહિબનો ગુરુતા ગદ્દી દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ પ્રસંગે જત્થેદાર હરપ્રીત સિંહે કહ્યું હતું કે દરેક શીખે લાઇસન્સ ધરાવતુ મોડર્ન હથિયાર લીગલ રીતે રાખવાની કોશિશ કરવી જાેઈએ. હાલ સમય એ રીતનો છે અને સ્થિતિ પણ એવી થઈ ચુકી છે. જ્ઞાની હરપ્રીત સિંહે કહ્યું હતું કે નશો ઘરનો વિનાશ કરે છે. નશાથી દૂર રહેવાની એક જ રીતે છે કે તમામ ગુરુવાણી તરફ ઝૂકે અને ગુરુઓને યાદ કરે.અમૃતસરમાં અકાલ તખ્તના જત્થેદાર હરપ્રીત સિંહે કહ્યું હતું કે દરેક શીખ મોડર્ન લાયસન્સવાળા આધુનિક હથિયાર રાખવાની કોશિશ કરે. તેમણે આ વાત મીરી-પીરીના સંસ્થાપક ગુરુ હરગોવિંદ સાહિબના ગુરુતા ગદ્દી દિવસ પર સંગતના નામે આપેલા સંદેશમાં આ વાત કહી છે. તેમણે કહ્યું હતું કે ગુરુ હરગોવિંદ સાહિબે ચાર યુદ્ધ લડ્યા અને ચારેય જીત્યા. હવે સમય આવી ગયો છે કે શીખ વાણી વાંચીને શક્તિશાળી બનીને દરેક શીખ શાસ્ત્રધારી બને.ગુરુ હરગોવિંદ સિંહનો મીરી-પીરીનો સંદેશ આજે પણ કારગર છે. શીખોએ નવીનતમ ગતકા, તલવારબાજીનો અભ્યાસ કરવાની સાથે ગુરુઓનું નામ જપવું જાેઈએ.
