Punjab

નવજાેત સિંહ સિદ્ધુ મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરશે

પંજાબ
પંજાબમાં વિધાનસભા ચૂંટણી હાર્યા બાદ નવજાેત સિંહ સિદ્ધુની સ્થિતિ કોંગ્રેસમાં સતત ખરાબ થઈ રહી છે. પંજાબ કોંગ્રેસના પ્રભાવીએ સિદ્ધુ વિરુદ્ધ ફરિયાદ કરી છે અને મામલાને અનુશાસન સમિતિ પાસે મોકલ્યો છે. તો આ વચ્ચે નવજાેત સિંહ સિદ્ધુએ ટિ્‌વટર કરી માહિતી આપી કે તે તે મુખ્યમંત્રી ભગવંત માન સાથે મુલાકાત કરવાના છે. મહત્વનું છે કે સિદ્ધુ ભગવંત માનની પ્રશંસા કરી ચુક્યા છે. તેમણે પંજાબના મુખ્યમંત્રીને નાના ભાઈ અને ઈમાનદાર વ્યક્તિ ગણાવ્યા હતા. નવજાેત સિંહ સિદ્ધુએ આજે ટ્‌વીટ કરી કહ્યુ, ‘પંજાબની અર્થવ્યવસ્થામાં સુધારને લઈને ભગવંત માનને મળશે. તેમણે કહ્યુ- કાલે સાંજે ૫.૧૫ કલાકે ચંદીગઢમાં ભગવંત માન સાથે મુલાકાત કરીશ. પંજાબની અર્થવ્યવસ્થા વિશે તેમની સાથે ચર્ચા થશે. માત્ર ઈમાનદાર અને સંયુક્ત પ્રયાસથી પંજાબનું ભલુ થઈ શકે છે.’ થોડા સમય પહેલા ભગવંત માનની પ્રશંસા કરતા સિદ્ધુએ કહ્યુ હતુ- તે ખુબ ઈમાનદાર વ્યક્તિ છે. મેં ક્યારેય તેમના પર આંગળી ઉઠાવી નથી. જાે તે લડે છે તો તેની સાથે મારૂ સમર્થન છે. હું પાર્ટી લાઇનથી હટી તેમનો સાથ આપીશ કારણ કે આ પંજાબની લડાઈ છે. તેના એક દિવસ પહેલાં સિદ્ધુએ રાજ્યમાં કાયદો વ્યવસ્થાને લઈને આપ સરકાર પર નિશાન સાધ્યુ હતું. સિદ્ધુએ આ પહેલા ભગવંત માનને રબ્બર સ્ટેમ્પ ગણાવ્યા હતા. તેમણે સરકાર પર પોલીસનો દુરૂપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. સિદ્ધુ પંજાબમાં પોતાની સરકાર પર સવાલ ઉઠાવી ચુક્યા છે. રેત માફિયાઓ મુદ્દે તેમણે પોતાની સરકારને ઘેરી હતી

India-Panjab-CM-Bhagwant-Mann.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *