પંજાબ
રાષ્ટ્રપતિ ચૂંટણીને લઈને પંજાબથી મોટા સમાચાર સામે આવ્યા છે. પંજાબમાં શિરોમણિ અકાલી દળના એક ધારાસભ્યએ એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવાના પાર્ટીના ર્નિણયથી નાતો તોડી લીધો છે. અકાલી દળના ધારાસભ્ય મનપ્રીત સિંહ અયાલીએ એક ફેસબુક વીડિયોમાં જાહેરાત કરી કે તે ચૂંટણીનો બહિષ્કાર કરી રહ્યાં છે અને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ કે યશવંત સિન્હામાંથી કોઈને મત આપશે નહીં. હકીકતમાં પંજાબમાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે સવારે ૧૦ કલાકે મતદાન શરૂ થયું હતું. રાષ્ટ્રપતિ ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ અને વિપક્ષના સંયુક્ત ઉમેદવાર યશવંત સિન્હા વચ્ચે મુકાબલો છે. રાષ્ટ્રપતિ ચૂંટણીનો બહિષ્કાર કરી રહેલા મનપ્રીત સિંહ અયાલીએ કહ્યુ કે તે કોંગ્રેસના ઉમેદવાર મત ન આપી શકે કારણ કે તે ૧૯૮૪ના શીખ નરસંહાર માટે જવાબદાર, ઓપરેશન બ્લૂસ્ટાર અને શીખોના અધિકારોનું ઉલ્લંઘન છે. તેમણે કહ્યું કે મને પંજાબના બે મુદ્દાના ઉકેલ માટે કોંગ્રેસ પાસે કોઈ આશા નથી. અયાલીએ કહ્યુ કે તેને ભાજપ પાસે ઘણી આશા હતી, પરંતુ કેન્દ્રની સત્તામાં રહ્યાં બાદ પણ તેણે પંજાબના મુદ્દાનું સમાધાન કર્યું નહીં. તેમણે કહ્યું કે મને નથી ખબર આ સ્વાર્થ છે કે બીજુ કંઈ. ભાજપના ઉમેદવાર મુર્મૂ પર અયાલીએ કહ્યું કે, નામાંકન પહેલા શીખ સમુદાયની સલાહ લેવામાં આવી નહીં. તેમણે સત્તાધારી પાર્ટીના ઉમેદવારના સમર્થન માટે અકાલીના નેતૃત્વ પર પણ સવાલ ઉઠાવ્યો હતો. અયાલીએ કહ્યું કે શીખ સમુદાયની ભાવનાઓ, પંજાબના મુદ્દા અને મારા અંતરાત્માનો અવાજ સાંભળી મેં આજે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં કોઈ ઉમેદવારને મત આપી રહ્યો નથી. તેણે કહ્યું કે દ્રૌપદી મુર્મૂ આદિવાસી સમુદાયથી આવે છે અને મને તેનાથી કોઈ સમસ્યા નથી. પરંતુ કેન્દ્રમાં રહેતા પણ ભાજપ પંજાબના મુદ્દાનો હલ લાવી શકી નથી, જેમાં શીખ કેદીઓને છોડવામાં આવે, ચંદીગઢ પર પંજાબનો અધિકાર, સતલુજ યમુના લિંક નહેરનો મુદ્દો પણ સામેલ છે. હકીકતમાં રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અકાલી દળે એનડીએ ઉમેદવાર દ્રૌપદી મુર્મૂનું સમર્થન કરવાની જાહેરાત કરી હતી. પંજાબ વિધાનસભામાં પાર્ટીના માત્ર ત્રણ ધારાસભ્યો છે અને લોકસભામાં બે સાંસદ છે.
