Punjab

પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જાેડાયા

પંજાબ
પંજાબના પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ ભાજપમાં જાેડાઇ ગયા છે. તેમને પોતાની પાર્ટી પંજાબ લોક કોંગ્રેસનું ભાજપમાં વિલય કરી દીધું છે. તેમની સાથે જ ઘણા અન્ય નેતા પણ ભાજપનો ભાગ બની ગયા છે. પંજાબમાં તેમની પાર્ટી કંઇ ખાસ પ્રદર્શન કરી શકી નહી. કેપ્ટને દિલ્હી સ્થિત ભાજપના મુખ્યાલયમાં કેન્દ્રીય મંત્રી નરેન્દ્ર તોમર અને કિરેન રિજિજૂ, સુનીલ જાખડ અને પંજાબ ચીફ અશ્વની શર્માની હાજરીમાં ભાજપની પ્રાથમિકતા સદસ્યતા ગ્રહણ કરી. તમને જણાવી દઇએ કે વિધાનસભા ચૂંટણીમાં કેપ્ટનને કોંગ્રેસે નજરઅંદાજ કરી પંજાબ લોક કોંગ્રેસની રચના કરી હતી. ચૂંટણી દરમિયાન તેમની પાર્ટીએ ભાજપ સાથે ગઠબંધન કર્યું હતું. તે સમયે તેમના પુત્ર રણઇંદ્ર સિંહે જ ભાજપ સાથે તલામેલ કરી ટિકીટોની વહેંચણીમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી પરંતુ પંજાબમાં આપની આંધી સામે કેપ્ટનની પાર્ટી ઉડી ગઇ અને ભાજપ પણ હાંશિયામાં જતી રહી અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં ભાજપ પોતાનું સ્થના બનાવવા માટે લાંબા સમયથી પ્રયત્ન કરી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કેપ્ટન અમરિંદર સિંહ પંજાબ વિધાનસભા ચૂંટણી ૨૦૨૨ પહેલાંથી જ કોંગ્રેસમાંથી અલગ થયા હતા. કોંગ્રેસ અને તેમની વચ્ચે ખાસ જામ્યું નહી અને તેમણે પાર્ટીનો સાથ છોડી દીધો. ભાજપ જાેઇન કરતાં પહેલાં તેમણે સવારે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા સાથે મુલાકાત કરી હતી.

File-01-Page-05.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *