પંજાબ
ભગવંત માને એશિયાના સૌથી મોટા અનાજ બજાર ખન્નાની મુલાકાત લઈને ખરીદીની વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો, તે સમયે કેટલાક લોકોએ કહ્યું હતું કે, ખેડૂતોના પાકની ઉપજ ઓછી છે, પરંતુ આ વખતે ખાનગી બજારને આશા છે કે, અનાજની ખરીદીની વ્યવસ્થા સ્જીઁ કરતાં વધુ કિંમત મળશે.એશિયાની સૌથી મોટી અનાજ બજાર કહેવાતી પંજાબની ખન્ના મંડીમાં અનાજની બોરીઓ આવવા લાગી છે. રાજ્યભરમાંથી ખેડૂતો તેમના ઘઉં વેચવા માટે અહીં લાવી રહ્યા છે. રાજ્યના નવા મુખ્યમંત્રી ભગવંત માન પણ અહીની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ખરીદીની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું છે કે હવે દેશના કોઈપણ વિસ્તારનો વેપારી પંજાબમાં ઘઉં ખરીદી શકશે, આ માટે તેણે આરડીએફ ચૂકવવું પડશે. તેમણે કહ્યું કે અમારી સરકાર વેપારીઓને મંડીઓમાં સ્જીઁ કરતા વધુ ભાવે ઘઉં ખરીદવા માટે પ્રોત્સાહિત કરશે. મુખ્યમંત્રીએ કહ્યું, “હું એ પણ કહું છું કે અમારી સરકાર તમામ મંડીઓમાં ઘઉં ખરીદશે.” મુખ્યમંત્રીએ કહ્યું કે ખેડૂતો અહીં ખૂબ પાક વેચે. અહીં પેમેન્ટ, બારદાન, ટ્રાન્સપોર્ટ અને મજૂરીની કોઈ સમસ્યા નહીં થાય અને ખેડૂતોને ૨૪ થી ૪૮ કલાકમાં પેમેન્ટ કરી દેવામાં આવશે. તેમણે કહ્યું કે રુસ-યુક્રેન યુદ્ધને કારણે વૈશ્વિક સ્તરે ઘઉંની માંગમાં વધારો થયો છે. ખાનગી વેપારીઓ ઘઉંની ખરીદીમાં વધુ રસ દાખવી રહ્યા છે, જેના કારણે ખાનગી વેપારીઓ સ્જીઁ કરતા ૫ રૂપિયા વધુ ભાવે પાક ખરીદી રહ્યા છે.
