પંજાબ
યુપી, પંજાબ, ગોવા, ઉત્તરાખંડ અને મણિપુર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક પરિણામો જાહેર થયા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબના લોકોને અભિનંદન પાઠવ્યા છે. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને હાર સ્વીકારી લીધી છે. અહીં, યુપીમાં મતગણતરી વચ્ચે, અખિલેશ યાદવે ગઠબંધનના ઉમેદવારોને અપીલ કરી છે અને તેમને મતગણતરી થાય ત્યાં સુધી કેન્દ્રમાં રહેવા માટે કહ્યું છે. પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને લખ્યું કે જનતાનો અવાજ ભગવાનનો અવાજ છે. અમે આ આદેશ સ્વીકારીએ છીએ. જીત પર આમ આદમી પાર્ટીને અભિનંદન. સિદ્ધુ અમૃતસર પૂર્વ બેઠક પરથી પાછળ ચાલી રહ્યા છે. પ્રારંભિક લીડ બાદ આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ટ્વીટ કર્યું છે. કેજરીવાલે ટિ્વટ કરીને કહ્યું કે, પંજાબના લોકોને આ ક્રાંતિ માટે ખૂબ ખૂબ અભિનંદન. છે પંજાબમાં શરૂઆતી લીડ બાદ દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે પંજાબની જનતાએ કેજરીવાલ મોડલ ઓફ ગવર્નન્સને તક આપી છે. આજે આખા દેશમાં સ્પષ્ટ થઈ ગયું છે કે લોકોના મત મુજબ જાે કેજરીવાલ હશે તો ધંધો, રોજગાર, શિક્ષણ, આરોગ્ય સેવા ઈમાનદારીથી મળી શકશે. પંજાબ કોંગ્રેસમાં હંગામો , સાંસદે પ્રભારી પર ટિકિટ વેચવાનો આરોપ લગાવ્યો ખડૂર સાહિબના સાંસદ જસબીર સિંહ ગીલે ટ્વીટ કર્યું કે સિદ્ધુ અને ચન્નીએ કોંગ્રેસને ડુબાડી દીધી છે. ગિલે ઈન્ચાર્જ હરીશ ચૌધરી અને અજય માકન પર ટિકિટ વિતરણમાં પૈસા લેવાનો આરોપ લગાવ્યો છે. પાર્ટીના સહ-ઈન્ચાર્જ રાઘવ ચડ્ડાએ કહ્યું કે આ નેતાઓ લોકોના ખિસ્સામાંથી પૈસા કાઢીને પોતાના મહેલ સજાવી રહ્યા છે. આજે તેમના મહેલોમાં લગાવાયેલી દરેક ઈંટ સામાન્ય માણસના લોહી અને પરસેવાની ઈંટ છે. હવે આ આખી સિસ્ટમ બદલવી પડશે. આજનો દિવસ ભારતના ઈતિહાસનો એક મોટો દિવસ છે. આગામી દિવસોમાં સમગ્ર દેશમાં કોંગ્રેસનું સ્થાન છછઁ બનશે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરીશ રાવતે રાજ્યમાં સરકાર બનાવવાની આશા વ્યક્ત કરી છે. મતગણતરી પહેલા રાવતે કહ્યું કે એકવાર મેં ૪૮ બેઠકો જીતવાની વાત કરી હતી. પરિણામ પણ એવું જ આવવાનું છે. અમને જરાય ચિંતા નથી. તેમણે વધુમાં કહ્યું કે, મુખ્યમંત્રીનો ર્નિણય કોંગ્રેસ અધ્યક્ષ લેશે. પંજાબના પ્રશ્ન પર રાવતે કહ્યું કે ત્યાં પણ કોંગ્રેસની સરકાર બનશે અને અમે ત્યાંના ગ્રામીણ વિસ્તારોમાં ખૂબ જ મજબૂત છીએ. આમ આદમી પાર્ટીના સીએમ ઉમેદવાર ભગવંત માને સંગરુરના ગુરુદ્વારા ગુરસાગર મસ્તુઆના સાહિબમાં મતગણતરી પહેલા માથું નમાવ્યું. આ દરમિયાન માનએ કહ્યું, ‘અમને આશા છે કે પંજાબના લોકોએ પરિવર્તન માટે વોટ આપ્યો છે.’
