પંજાબ
પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર બાદ કોંગ્રેસ પરિવર્તનના સમયગાળામાંથી પસાર થઈ રહી છે. આ પ્રકરણમાં પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ નવજાેત સિંહ સિદ્ધુએ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે. પાર્ટીના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના ઁઝ્રઝ્ર પ્રમુખોના રાજીનામા માગી લીધા હતા. મંગળવારે, પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટિ્વટ કર્યું,હતુ કે, “કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરના રાજ્ય એકમ પ્રમુખોને રાજીનામું આપવા કહ્યું છે. જેથી કરીને રાજ્ય કોંગ્રેસ સમિતિઓની પુનઃરચના કરી શકાય.”. નવજાેત સિંહ સિદ્ધુએ ટ્વીટ કરીને પંજાબ પ્રદેશ સમિતિના અધ્યક્ષ પદેથી રાજીનામું આપવાની જાણકારી આપી છે. સિદ્ધુએ લખ્યું છે કે, ‘મેં કોંગ્રેસ પાર્ટીના હાઈકમાન્ડની ઈચ્છા મુજબ કર્યું છે. પોતાની જ પાર્ટીની સરકાર પર સવાલ ઉઠાવવાનું બંધ કર્યું નથી. કોંગ્રેસ પાર્ટીએ તેમની જગ્યાએ ચરણજીત સિંહ ચન્નીને સીએમ પદના ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ બાદમાં પાર્ટીનો આ દાવ ચાલી શક્યો નહીં. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં સત્તાધારી કોંગ્રેસ માત્ર ૧૮ બેઠકો જ જીતી શકી હતી. તેનાથી વિપરીત, રાજ્યમાં માત્ર બીજી વખત ચૂંટણી લડનાર આમ આદમી પાર્ટી ૯૨ બેઠકો બનાવીને સરકાર બનાવવામાં સફળ રહી છે. નવજાેત સિંહ સિદ્ધુ ખુદ અમૃતસર પૂર્વથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર જીવનજાેત કૌરથી હાર્યા હતા. નવજાેત સિંહ સિદ્ધુ આ સીટ પર ૬,૭૫૦ વોટથી ચૂંટણી હારી ગયા હતા. કોંગ્રેસની હાર બાદ નવજાેત સિંહ સિદ્ધુના રાજીનામાની માંગ ઉઠી હતી.
