Punjab

પંજાબમાં નાના કોલ્ડ રૂમ બનાવવા સરકાર ૧.૫૦ લાખની સબસિડી આપશે

પંજાબ
પંજાબમાં બાગવાની વિભાગ તરફથી જમીનદારોની આવક વધારવા માટે કરવામાં આવી રહેલા પ્રયાસો હેઠળ પાકની લણણી પછી તેની સંભાળ માટે ખેડૂતોના ખેતરમાં જ નાના કોલ્ડ રુમ(ઓન ફાર્મ કોલ્ડ રુમ) સ્કીમ રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના હેઠળ પાસ કરાવવામાં આવી છે. આ અંગે જણાવતા ડેપ્યુટી કમિશ્નર નવજાેત પાલ સિંહ રંધાવા તરફથી કહેવામાં આવ્યુ છે કે પંજાબમાં ખેડૂતોને પરંપરાગત પાકોના સ્થાને, ફળો, શાકભાજી અને ફૂલો વગેરે જેવા બાગાયતી પાકોનો સમયગાળો વધારવા અને તેમની સેલ્ફ લાઈફ વધારવા માટે તેમના ખેતરોમાં નાના કોલ્ડરૂમ બનાવવા માટે રૂ. ૧.૫ લાખ સુધીની સબસિડી આપવામાં આવશે. ડેપ્યુટી કમિશનરે જણાવ્યુ હતુ કે આનાથી ખેતી વૈવિધ્યકરણ હેઠળ ખેડૂતોની આવકમાં વધારો થશે તેમજ કુદરતી સ્ત્રોતો જેમ કે માટી, પાણી વગેરેને પણ સંભાળ કરી શકાશે. આ દરમિયાન બાગાયત વિભાગના મદદનીશ નિયામક ડૉ. જગદીશ સિંહ કાહમા દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે આ કોલ્ડરૂમ કે જેની ક્ષમતા લગભગ ૩ મેટ્રીક ટન છે તેમાં લગભગ તમામ બાગાયતી પાકોને અલગ-અલગ તાપમાન અને ભેજમાં સંગ્રહિત કરી શકાય છે. આ કોલ્ડરૂમની મદદથી ખેડૂત પોતાનો પાક લણ્યા બાદ જરૂરિયાત મુજબ માર્કેટિંગ માટે લઈ શકે જઈ છે જેથી ખેડૂતને બજારમાં તેના પાકના સારા ભાવ મળી શકે. આ યોજના હેઠળ ખેતરમાં કોલ્ડરૂમ બનાવવા માટે રૂ. ૧.૫ લાખની સબસિડી પણ ઉપલબ્ધ છે.

India-Panjab-Small-Cold-Room-On-Farm-Cold-Room-Scheme-Under-National-Agricultural-Development-Plan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *