પંજાબ
ચૂંટણી પંચે આ મુદ્દે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજી હતી. આ બેઠકમાં સીએમ ચરણજીત સિંહ ચન્ની, ભાજપ અને પંજાબ લોક કોંગ્રેસ પાર્ટીના પત્ર પર ચર્ચા કરવામાં આવી હતી. બધાએ ચૂંટણી પંચને પત્ર લખીને ગુરુ રવિદાસ જયંતિને ધ્યાનમાં રાખીને ૧૬ ફેબ્રુઆરીએ મતદાનની તારીખ લંબાવવાની માંગ કરી છે. તમામ પક્ષોએ ચૂંટણી પંચને અલગ-અલગ પત્ર લખ્યા હતા. બહુજન સમાજ પાર્ટીએ પણ આ માંગ ઉઠાવી હતી. ૧૬ ફેબ્રુઆરીએ ગુરુ રવિદાસ જયંતિના પવિત્ર તહેવારને કારણે રાજ્યનો મોટો વર્ગ અગાઉથી વારાણસી જઈ શકે છે. આવી સ્થિતિમાં જાે રાજ્યમાં મતદાન થશે તો તે લોકો મતદાનના અધિકારથી વંચિત રહી જશે.