પંજાબ
પંજાબના આપ ધારાસભ્યના સ્થળો પર સીબીઆઇએ દરોડા પાડ્યા છે. સીબીઆઇએ બેંક છેતરપિંડી મામલે દરોડા પાડ્યા છે. આપ ધારાસભ્ય જસવંતસિંહ ગજ્જન માજરા પર ૪૦ કરોડ રૂપિયાથી વધારે છેતરપિંડીનો આરોપ છે. સીબીઆઇ અધિકારીઓએ જણાવ્યું કે, આપ ધારાસભ્ય જસવંત સિંહ ગજ્જન માજરા વિરૂદ્ધ બેંક ઓફ બરોડાની ફરિયાદ બાદ કેસ દાખલ કરવામાં આવ્યો છે. બેંક છેતરપિંડી મામલે સીબીઆઇએ પંજાબમાં જસવંતસિંહ ગજ્જન માજરાના ત્રણ સ્થળો પર દરોડા પાડ્યા હતા. સીબીઆઇ અધિકારીઓએ શનિવારના જણાવ્યું કે, અમરગઢ ધારાસભ્ય વિરુદ્ધ કેસના સંદર્ભમાં સંગરુર જિલ્લાના મલેર કોટલા વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. મલેર કોટલામાં ગજ્જન માજરાનું પૈતૃક ઘર છે.


