પંજાબ
મુખ્યમંત્રી ભગવંત માને ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવાની વાત પણ કરી હતી. પંજાબને સ્વચ્છ અને હરિયાળુ બનાવવા માટે તેમણે પંજાબ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને પંજાબને પ્રદૂષણ મુક્ત બનાવવા માટે તમામ પ્રયાસો કરવા નિર્દેશ આપ્યો. મુખ્યમંત્રી ભગવંત માને ઁઁઝ્રમ્ને રાજ્યના ભઠ્ઠાઓ પર પ્રદૂષણ મુક્ત ઝિગ-ઝેગ ટેક્નોલોજી લાગુ કરવા માટે તાત્કાલિક એક વિશાળ ઝુંબેશ શરૂ કરવા જણાવ્યુ હતુ. તેમણે કહ્યુ કે ભઠ્ઠા માલિકોને પ્રદૂષણને સંપૂર્ણ રીતે દૂર કરવા નવી ટેકનોલોજી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા જાેઈએ. ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે.પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે ખેડૂતો માટે ટ્યુબવેલનો લોડ વધારવાની ફી ૫૦% ઘટાડીને ૨૫૦૦ રૂપિયા કરી દીધી છે. ખુદ મુખ્યમંત્રી ભગવંત માને આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુ, ‘આપણા રાજ્યના અનાજ ઉત્પાદકોને તેમની પોતાની સરકાર તરફથી આ એક નાનકડી ભેટ છે. ખેડૂત ભાઈઓને આનો લાભ મળવો જાેઈએ.’ મુખ્યમંત્રી માને જણાવ્યું હતું કે ખેડૂતોને ટ્યુબવેલનો લોડ વધારવા માટે મોટી ફી ભરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો જેના કારણે આ ફીમાં લગભગ ૫૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. ડાંગરની સિઝન પહેલા પંજાબ સરકારે ફી ઘટાડવાની જાહેરાત કરી છે. ટ્યુબવેલનો લોડ વધારવાની ફી હાલના રૂ. ૪૭૫૦ થી ઘટાડીને રૂ. ૨૫૦૦ કરી.
