પંજાબ
પંજાબ હરિયાણા હાઈકોર્ટે આપેલા આદેશ મુજબ લગ્ન સહિત કોઈ પણ પ્રકારના સમારોહમાં હવેથી લાયસન્સ ફી આપ્યા વગર સંગીત વગાડી શકાશે નહીં. અત્રે જણાવવાનું કે આ મામલે નોવેક્સ કંપનીએ હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને કોપીરાઈટના નામે સંગીત વગાડવાની મંજૂરી બદલ લાઈસન્સ ફીની માગણી કરી હતી. હવે હાઈકોર્ટના આ આદેશ બાદ જાહેર સ્થળો પર ક્યાય પણ જેમ કે લગ્ન સમારોહ જ્યાં યોજાય છે તે હોલ કે અન્ય જગ્યાઓ, હોટલ વગેરેમાં સંગીત વગાડવા પર પહેલેથી નિર્ધારિત ફી ચૂકવવાની રહેશે. અહીં એક વાત ખાસ જણાવવાનું કે હાઈકોર્ટે સુનાવણી દરમિયાન ઇીખ્તૈજંટ્ઠિિ ર્ક ર્ષ્ઠॅઅિૈખ્તરંજની નોટિસને રદ્દ કરતા ખાસ જણાવ્યું કે આ આદેશ ઘરોમાં જે પ્રકારે લગ્ન સમારોહ યોજાય છે તેમાં સંગીત વગાડવા પર લાગૂ પડશે નહીં. એટલે કે ઘર આંગણે લગ્નનું આયોજન થાય તો આદેશ લાગૂ નહીં. લગ્ન પ્રસંગોમાં સામાન્ય રીતે બોલીવુડ ગીતો કે અન્ય હિન્દી કે બીજી ભાષાના ગીતો વાગતા હોય છે અને લોકો તેના પર ડાન્સ કરીને મજા લેતા હોય છે. પરંતુ પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક મહત્વનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે આયોજનકર્તાઓએ હવે જાહેર જગ્યાઓ જેમ કે બેન્ક્વેટ હોલ, કે લગ્ન માટેના હોલ જેવી જગ્યાઓ પર થનારા લગ્ન સમારોહમાં જાે સંગીત વગાડવું હોય તો લાઈસન્સ લેવું પડશે. કોર્ટમાં લગ્ન સમારોહમાં વાગતા ફિલ્મી ગીતો સંલગ્ન એક અરજી પર સુનાવણી ચાલી રહી હતી.
