પંજાબ
ટી-૨૦ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ વિરૂદ્ધ પાકિસ્તાનની ફાઇનલ મેચ દરમિયાન પંજાબમાં વિદ્યાર્થીઓના બે ગ્રુપમાં ઘર્ષણની મોટી ખબર સામે આવી છે. અહીંયા મોગાના લાલા લજપતરાય કોલેજના વિદ્યાર્થીઓમાં મેચને લઇ અંદરોઅંદર ઘર્ણષ થયું હતું. બંને ગ્રુપોમાં વિવાદ વધતા જમ્મુ કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓમાં પથ્થરમારો શરૂ થયો હતો. જેમા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. એવી જાણકારી પણ સામે આવી રહી છે કે, ટી-૨૦ વર્લ્ડકપમાં ઇંગ્લેન્ડ-પાકિસ્તાન મેચ દરમિયાન કોલેજની હોસ્ટેલમાં લગભગ ૬૦થી ૭૦ વિદ્યાર્થીઓ મેચ જાેઇ રહ્યા હતા. બંને ટીમો વચ્ચે ચાલુ મેચ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને બિહારના વિદ્યાર્થીઓમાં વિવાદ શરૂ થઇ ગયો હતો. જેમા જાેતજાેતામાં ગરમાવો આવી ગયો હતો. વિદ્યાર્થીઓના બંને ગ્રુપો એક-બીજા સાથે અડી ગયા હતા અને માહોલ તણાવપૂર્ણ ઉભો થઇ ગયો હતો. બતાવવામાં આવી રહ્યું છે કે, માહોલ વણસતાની સાથે જ હોસ્ટેલની બહાર પથ્થરમારો શરૂ થઇ ગયો હતો. જેમા ઘણા વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. પથ્થરમારો થવાની સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસે કેટલાક ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર અર્થે ખસેડ્યા છે. ત્યાં જ વિદ્યાર્થીઓના નિવેદનો નોંધવામાં આવી રહ્યા છે. પંજાબ પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. આ કોલેજમાં ૯૦૦-૧૦૦૦ વિદ્યાર્થીઓે છે, જેમા લગભગ ૫૦૦ વિદ્યાર્થીઓ જમ્મૂ-કાશ્મીરના છે. ઈંગ્લેન્ડે રવિવારે મેલબર્નમાં રમાયેલ ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટી-૨૦ વર્લ્ડકપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. આ સાથે જ તે દુનિયાની એકમાત્ર એવી ટીમ બની ગઇ છે. જેને માત્ર ૩ વર્ષના અંતરાળમાં બે વર્લ્ડકપ જીત્યા હોય. ઈંગ્લેન્ડે વર્ષ ૨૦૧૯માં ન્યૂઝીલેન્ડને હરાવીને વન-ડે વર્લ્ડકપ જીત્યો હતો. ત્યાં જ ૨૦૨૨નો ટી-૨૦ વર્લ્ડકપ પણ આ ટીમના નામે છે. તેમાં કોઇ શંકા નથી ઈંગ્લેન્ડ હવે વ્હાઇટ બોલનો બોસ છે.