પંજાબ
અમેરિકામાં બેઠેલા સિદ્ધુ મુસેવાલાના મિત્રએ સિદ્ધુને કબડ્ડી કપમાં શો કરવા માટે બોલાવ્યો હતો અને ગામમાં પહોંચતા જ ટ્રેક્ટર ૫૯૧૧ પણ ગિફ્ટમાં આપવામાં આવ્યું હતું. સિદ્ધુએ આ શો કરવા માટે મુંબઈનો એક શો પણ રદ કર્યો હતો. આ અંગે ગોલ્ડી બરાર સાથે તેમની ઘણી માથાકૂટ પણ થઇ હતી. કારણ કે ગોલ્ડી બરારનું ગ્રુપ એવું નહોતું ઇચ્છતું કે સિદ્ધુ મુસેવાલા અહીં આવીને કબડ્ડી કપમાં ભાગ લે અને શો કરે. આ પછી જ પરસ્પર સંઘર્ષ ઘણો વધી ગયો હતો. સાથે જ પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાની હત્યા પહેલા ૬ શૂટરોએ તેની રેકી ૮ વખત કરી હતી અને નવમી વખત હત્યારાઓએ મુસેવાલાની હત્યાને અંજામ આપ્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. દિલ્હી પોલીસે સોમવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પોલીસે જણાવ્યું હતું કે, શૂટર્સને ગેંગસ્ટર ગોલ્ડી બરારે આદેશ આપ્યો હતો કે જાે એકે-૪૭ સફળ ન થાય તો મુસેવાલાની કારને હેન્ડ ગ્રેનેડથી ઉડાવી દે. મુસેવાલાને મારવાનું ઓપરેશન ૯મી વખત સફળ રહ્યું હતું. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર, આ છ હત્યારાઓએ છેલ્લા ૧૫ દિવસમાં સિદ્ધુ મુસેવાલાના ઘર, કાર અને રૂટ પર આઠ વખત દરોડા પાડ્યા હતા. પરંતુ આ ૮ વખતમાં મુસેવાલાને એટલા માટે મારી શકાયો નહીં, કારણ કે મુસેવાલા બુલેટ પ્રૂફ કાર અને સશસ્ત્ર કમાન્ડો સાથે નીકળતો હતો. ઉલ્લેખનીય છે કે, પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની ૨૯ મેના રોજ સાંજે ૫.૩૦ વાગ્યે માનાસાના ગામમાં હત્યા કરવામાં આવી હતી. મુસેવાલા પર લગભગ ૪૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. મુસેવાલાના શરીર પર ૧૯ ઇજાઓ થઇ હતી. મુસેવાલાને ગોળી વાગવાથી ૧૫ મિનિટમાં જ તેનું મોત થયું હતું. બોલેરો અને કોરોલા દ્વારા પીછો કર્યા બાદ થાર જીપ તરફ જઈ રહેલા મુસેવાલાનું મોત થયું હતું. તે સમયે મુસેવાલાની સાથે કોઈ ગનમેન ન હતા.પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યા કેમ કરવામાં આવી? ગોલ્ડી બરાર અને લોરેન્સ બિશ્નોઇ સાથે તેની દુશ્મની કેમ હતી આ તમામ સવાલોનો જવાબ હવે સામે આવ્યો છે. પોલીસ સૂત્રોની માહિતી મુજબ વર્ષ ૨૦૧૮માં કેનેડામાં બેઠેલા ગોલ્ડી બરાર અને લોરેન્સના ખાસ ગેંગસ્ટરનો ઇન્કાર કરવા છતાં સિદ્ધુ મુસેવાલા લન્દ્રા રોડ પર આવેલા ગામ ભાગો માજરા ખાતે ચાલી રહેલા કબડ્ડી કપમાં પરફોર્મ કરવા માટે આવ્યો હતો.