Punjab

આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન રેકોર્ડ ૪૫ હજાર વોટથી જીત્યા

અમૃતસર
પંજાબનો આગામી સરદાર કોણ હશે એ હવે થોડા કલાકો પછી ખબર પડશે. સવારે ૮ વાગ્યાથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. રુઝાનોમાં આમ આદમી પાર્ટી આગળ છે. શરૂઆતના રુઝાનોમાં આમ આદમી પાર્ટી પંજાબમાં દિલ્હીની કહાનીનું પરિવર્તન કરીને જાેરદાર બહુમતી પ્રાપ્ત કરતી જાેવા મળી રહી છે. બીજા નંબર માટે કોંગ્રેસ અને અકાલી દળમાં ટક્કર છે. કેપ્ટન અમરિંદર ૧૩ હજાર અને સુખબીર બાદલ ૧૨ હજાર વોટથી હારી ગયા છે. આપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ભગવંત માન ધૂરીથી રેકોર્ડ ૪૫ હજાર વોટથી જીતી ગયા છે. નવજાેત સિદ્ધૂએ ટિ્‌વટ કરીને આપને અભિનંદન આપ્યા છે. તેમણે કહ્યું છે કે લોકોનો અવાજ એ ભગવાનનો અવાજ છે. આમ આદમી પાર્ટીના પ્રમુખ અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પાર્ટીના ઝ્રસ્ કેન્ડીડેટ ભગવંત માનની સાથે ફોટો ટિ્‌વટ કર્યો છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના નેતા અને મુખ્યમંત્રીપદના દાવેદાર ભગવંત માનના સંગરુર સ્થિત ઘરે સુરક્ષા વધારવામાં આવી છે. તેમના ઘરે જલેબી બનાવવામાં આવી રહી છે. ઘરને ફૂલોથી શણગારવામાં આવી રહ્યું છે. વોટની ગણતરીની વચ્ચે પંજાબના સીએમ ચરણજિત સિંહ ચન્ની ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસ પર પહોંચી ગયા છે. ચન્ની ઝડપથી રાજ્યપાલને મળીને પોતાનું રાજીનામું સોંપી શકે છે. આમ આદમી પાર્ટીના પંજાબ અને દિલ્હી ખાતે આવેલા કાર્યાલયમાં ઉજવણી શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન છછઁનું નવું પોસ્ટર પણ બહાર પડ્યું છે. એમાં અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન દેખાઈ રહ્યા છે. શરૂઆતના રુઝાનમાં અમૃતસર ઈસ્ટ સીટથી પંજાબ કોંગ્રેસના નેતા નવજાેત સિંહ સિદ્ધુ પાછળ હતા. સિદ્ધુનો મુકાબલો અકાલી દળના બિક્રમજિત સિંહ મજીઠિયા સાથે છે. પંજાબના મુખ્યમંત્રી ચરણજિત સિંહ ચન્ની ચમકૌર સાહિબમાં ગુરુદ્વારા શ્રી કતલગઢ સાહિબમાં માથું ટેકવવા પહોંચ્યા છે. અહીં ચન્નીએ મીડિયા સાથે કોઈ ચર્ચા કરી નથી. ચન્ની ચમકૌર સાહિબથી જ મેદાનમાં છે. આમ આદમી પાર્ટીના ઝ્રસ્ ઉમેદવાર ભગવંત માને સંગરુરના ગુરુદ્વારા સાહિબમાં માથું ટેકવ્યું. ખાસ વાત એ છે કે માનના ઘરે સવારથી જ જલેબી બનવાની શરૂઆત થઈ ગઈ છે અને તેમના ઘરને પણ શણગારવામાં આવી રહ્યું છે. પ્રશાસનની સંપૂર્ણ તૈયારી ન હોવાને કારણે નવાંશહર જિલ્લાના બલાચૌરમાં વોટની ગણતરી ૨૧ મિનિટ મોડી શરૂ થઈ છે. સવારે ૮.૨૧ વાગ્યે શરૂ થયેલા કાઉન્ટિંગમાં સૌથી પહેલા પોસ્ટલ બેલેટની ગણતરી કરવામાં આવી રહી છે. એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટી સૌથી મોટી પાર્ટી બનવાનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. અકાલી દળ-મ્જીઁનું ગઠબંધન બીજા નંબરે રહેવાનું અનુમાન હતું. જ્યારે ત્રીજા નંબરે કોંગ્રેસ અને ભાજપનું બે આંકડા સુધી પહોંચવાનું પણ મુશ્કેલ હોવાનું અનુમાન કરવામાં આવ્યું હતું,

CM-Panjab-Bhaghvant-Maan.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *