Punjab

પંજાબ સરકારે પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો વિરૂદ્ધ ભ્રષ્ટાચારની કાર્યવાહી કરશે !

પંજાબ
પંજાબની આમ આદમી પાર્ટીની નવી સરકારે પંજાબમાં સપાટો બોલાવવાનું શરૂ કર્યું પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન દ્વારા મંત્રી વિજય સિંગલાને બરતરફ કર્યા બાદ રાજ્યમાં રાજકીય હલચલ ઘણી ગઈ છે. સિંગલાને હટાવ્યા બાદ તેમની સરકારમાં જ પૂર્વ મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુખજિંદર સિંહ રંધાવા વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે. અને હવે તેમાં આમ આદમી પાર્ટી પણ કૂદી પડી છે. આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે જાે કેપ્ટન અમરિંદર સિંહના કાર્યકાળ દરમિયાન તેમના જ મંત્રી કે ધારાસભ્ય વિરુદ્ધ ભ્રષ્ટાચારના પુરાવા હોય તો તેમનું નામ જાહેર કરો. અહીં માન સરકાર સિંગલાને બરતરફ કર્યા બાદ પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યોના નાક દબાવવાની રણનીતિ બનાવી રહી છે. કેપ્ટન અમરિન્દર સિંહે એવું કહીને ફફડાટ ફેલાવ્યો હતો કે તેઓ રેતીના ખનન સાથે સંકળાયેલા કેટલાક ભૂતપૂર્વ પ્રધાનોને જાણે છે અને તેમના નામ મુખ્યપ્રધાનને જણાવી શકે છે. આ પછી કેપ્ટન અમરિંદરની કેબિનેટમાં મંત્રી રહી ચૂકેલા સુખજિન્દર સિંહ રંધાવાએ મુખ્યમંત્રી ભગવંત માનને સલાહ આપી કે તેઓને કેપ્ટન અમરિંદર સિંહ રેતી ખનનમાં સામેલ કોંગ્રેસ સરકારના ભૂતપૂર્વ મંત્રીઓના નામ જણાવે. સુખજિન્દર સિંહ અને કેપ્ટન અમરિન્દર સિંહ વચ્ચે શાબ્દિક યુદ્ધ બાદ આમ આદમી પાર્ટીએ આજે ??કેપ્ટન અમરિંદર સિંહ આ નામ આપવા પડકાર ફેંક્યો છે. આમ આદમી પાર્ટીના પંજાબના પ્રવક્તા માલવિંદર કંગે કહ્યું કે મુખ્યમંત્રી ભગવંત માને પોતાના જ મંત્રી વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરી છે. જાે કેપ્ટનની સરકારમાં ભ્રષ્ટ મંત્રીઓ હતા તો કેપ્ટન અને રંધાવાએ પોતાના મંત્રીઓ સામે કાર્યવાહી કેમ ન કરી. કંગે કહ્યું કે, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમરિન્દર સિંહ રાજા વારિંગ અને ભૂતપૂર્વ નાણા મંત્રી મનપ્રીત સિંહ બાદલે કહ્યું હતું કે તેઓ જે વિભાગમાં મંત્રી હતા તેમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર હતો, પરંતુ અગાઉની સરકારોએ તેના વિશે કંઈ કર્યું નથી. કંગે વધુમાં કહ્યું કે, આ બહુ ગંભીર બાબત છે. જાે તેમના નામ હોય તો તેમણે પંજાબ પોલીસની સામે આના પુરાવા આપવા જાેઈએ. ભ્રષ્ટાચાર સામે વહીવટીતંત્ર તાત્કાલિક પગલાં લેશે. છછઁના સૂત્રોએ જણાવ્યું કે સિંગલા પરની કાર્યવાહી બાદ વહીવટીતંત્ર હવે એવા ધારાસભ્યો અને મંત્રીઓ પર કામ કરી રહ્યું છે જેમની સામે ભ્રષ્ટાચારના આક્ષેપો છે. ગેરકાયદે રેતી ખનન કેસમાં અનેક મોટા નામો બહાર આવવાના હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. છછઁ માત્ર સુશાસનના નામે સત્તામાં આવી છે, ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી કરવામાં આવશે. એટલા માટે સરકાર કાર્યવાહી પર ભાર આપી રહી છે. આ અંતર્ગત ઘણા પૂર્વ મંત્રીઓ અને ધારાસભ્યો સામે કાર્યવાહી કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *