Punjab

પંજાબના પટિયાલામાં પોલીસ સામે ખાલિસ્તાન જિંદાબાદના નારા લાગ્યા

પંજાબ
પંજાબના પટિયાલામાં જૂલૂસ કાઢવા મુદ્દે બે સમુદાયો વચ્ચે હિંસક ઘર્ષણ થયું. આ દરમિયાન પોલીસ ઉપર પણ પથ્થરમારો થયો. મળતી માહિતી મુજબ શિવસેનાની માર્ચને લઈને તણાવ થયો હતો. જૂલૂસમાં ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસના અનેક જવાનો ઘાયલ થયા છે. શિવસૈનિકો ખાલિસ્તાન વિરુદ્ધ માર્ચ કાઢી રહ્યા હતા. ત્યારે જ ખાલિસ્તાન સમર્થકોએ આ માર્ચનો વિરોધ કર્યો. જાેત જાેતામાં તો બંને જૂથો વચ્ચે હિંસક ઘર્ષણ થવા લાગ્યું. કેટલાક ખાલિસ્તાની સમર્થકો લંગર ભવન પર ચડીને પથ્થરમારો કરવા લાગ્યા. સ્થિતિ બગડતા જાેઈને ત્યાં ભાર સંખ્યામાં પોલીસફોર્સ તૈનાત કરવામાં આવી છે. પોલીસે હાલાત કંટ્રોલમાં લેવા માટે અનેક હવાઈ ફાયર પણ કરવા પડ્યા. કહેવાય છે કે એક સંગઠને જ્યાં પોલી પર પથ્થરમારો કર્યો તો બીજા સંગઠને પોલીસ પર તલવારથી હુમલો કર્યો. બંને સંગઠન ફવ્વારા ચોક તરફથી સરઘસ કાઢવા માંગતા હતા. પરંતુ પોલીસનું કહેવું છે કે બંનેની પાસે ત્યાં જવાની મંજૂરી નહતી. આ બબાલમાં એક એસએચઓના ઘાયલ થયાના સમાચાર છે. પોલીસના ત્રણ-ચાર જવાન ઘાયલ થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *