પંજાબ
પંજાબના અમૃતસર શહેરમાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે, જ્યાં બીએસએફના એક જવાને સવારે બીએસએફ હેડક્વાર્ટરમાં મેસમાં બેઠેલા બીએસએફ અન્ય જવાનો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો અને ત્યારબાદ પોતાને પણ ગોળી મારી દીધી હતી. આ સમગ્ર ઘટનામાં કુલ ૧૦ જવાન ઘાયલ થયા હતા. જેમાંથી ૪ના મોત થયા છે. આ રીતે આ ઘટનામાં અત્યાર સુધીમાં કુલ ૫ જવાનોના મોત થયા છે. જણાવવામાં આવી રહ્યું છે કે અન્ય જવાનો ઉપર આડેઘડ ગોળીબાર કરનાર જવાન મહારાષ્ટ્રનો રહેવાસી છે. તે છેલ્લા કેટલાક દિવસોથી પરેશાન હતો, અને તેમના વરિષ્ઠ અધિકારીઓને. તેની પોતાની ફરજ બદલવા માટે સતત કહેતો હતો. ગોળી ચલાવનાર વ્યક્તિ બીએસએફનો જવાન છે. પંજાબના અમૃતસર સ્થિત બીએસએફના હેડક્વાર્ટર ખાતે મ્જીહ્લ ૧૪૪મી બટાલિયનના એક જવાને ગોળીબાર કરીને અન્ય જવાનોને શહીદ કર્યા હતા. ઘટના બાદ જવાને પોતાને પણ ગોળી મારી દીધી હતી. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો છે. ગોળીબાર કરનારા જવાનની ઓળખ મહારાષ્ટ્રના સુતપ્પા તરીકે જણાવવામાં આવી રહી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ત્રણ વધુ જવાન પણ ઘાયલ થયા છે. જવાન સુતપ્પાને છેલ્લા કેટલાક દિવસોથી સતત ડ્યુટી પર લઈ જવામાં આવી રહ્યા હતા. જેના કારણે તેઓ ખૂબ જ પરેશાન હતા. શનિવારે બીએસએફના એક વરિષ્ઠ અધિકારી સાથે તેમની દલીલ થઈ હતી, પરંતુ કોઈ રાહત મળી ન હતી. સુતપ્પા ફરજ પર હતા. ગુસ્સે થઈને તેણે પોતાની રાઈફલ વડે ગોળીબાર શરૂ કર્યો. બંદૂકની ગોળીનો અવાજ સાંભળીને અન્ય સૈનિકો અહીં-ત્યાં દોડવા લાગ્યા. લગભગ ૯ લોકોને ગોળી વાગી હતી. છ જવાન ઘાયલ હોવાનું કહેવાય છે. એક જવાન ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો. આ ઘટના બાદ સુતપ્પાએ પોતાને ગોળી મારી દીધી હતી. આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પંજાબ પોલીસ અને બીએસએફના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઘાયલોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે મૃતદેહનો કબજાે લઈને પોસ્ટમોર્ટમ માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઘાયલોના પરિવારજનોને જાણ કરવામાં આવી રહી છે.
