પંજાબ
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને પટિયાલામાં ઘટેલી ઘટના પર ડીજીપી અને તમામ મોટા અધિકારીઓની બેઠક બોલાવી. સીએમ માને આ મામલે તપાસના આદેશ આપ્યા છે અને અધિકારીઓને કડક સૂચના આપી છે કે એક પણ દોષિતને છોડવામાં ન આવે. તેમણે કહ્યું કે પંજાબ વિરોધી તાકાતોને કોઈ પણ ભોગે પંજાબની શાંતિ ભંગ કરવા દેવામાં નહીં આવે. સૂત્રોના હવાલે પટિયાલા હિંસામાં ઈન્ટેલિજન્સ ફેલિયર પર ભગવંત માને અધિકારીઓ સામે નારાજગી પણ વ્યક્ત કરી. પંજાબના પટિયાલામાં ગઈ કાલનો દિવસ ખુબ તણાવવાળો રહ્યો. જૂલૂસ દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ. આ અથડામણમાં હિસાં થઈ. સ્થિતિને કાબૂમાં લેવા માટે વિસ્તારમાં ભારે પોલીસફોર્સ તૈનાત કરવામાં આવી. હિંસા બાદ હિન્દુ સંગઠનોએ શહેરમાં બંધનું એલાન જાહેર કર્યું છે. આ ઉપરાંત હિંસા બાદ રાજ્યમાં ઈન્ટરનેટ સસ્પેન્ડ કરાયું છે. પંજાબ સરકારે અનેક અધિકારીઓ વિરુદ્ધ પણ મોટી કાર્યવાહી કરી છે. સીએમના આદેશ પર પટિયાલાના ૈંય્, જીઁ અને જીજીઁ ની ટ્રાન્સફર કરવામાં આવી છે. શુક્રવારે થયેલી હિંસા બાદ રાજ્યના ગૃહ મંત્રાલયે આકરો ર્નિણય લીધો છે. જે મુજબ શહેરમાં સવારે ૯.૩૦ વાગ્યાથી સાંજે ૬ વાગ્યા સુધી મોબાઈલ ઈન્ટરનેટ સુવિધા બંધ રહેશે. શિવસેના હિન્દુસ્તાન, શિવસેના બાળ ઠાકરે અને અન્ય હિન્દુ સંગઠનોએ પટિયાલામાં બંધનું એલાન જાહેર કર્યું છે. અત્રે જણાવવાનું કે શહેરમાં રાતે ૭ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી કરફ્યૂ લગાવવામાં આવ્યો હતો. જે આજે સવારે ૬ વાગે હટી ગયો. આ ઉપરાંત પટિયાલા પોલીસે હિન્દુ નેતા હરીશ સિંગલાની અટકાયત કરી છે. પોલીસ હાલ આ મામલે પૂછપરછ કરી શકે છે. પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે આખરે માર્ચ કાઢવા પાછળ દાનત શું હતી અને ગોળી ક્યાંથી છૂટી.
