Punjab

મુખ્યમંત્રી ચન્નીના ભત્રીજા ભુપિન્દર સિંહની ધરપકડ

પંજાબ
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભૂપિન્દર હનીને ગેરકાયદે રેતી ખનન કેસમાં પૂછપરછ માટે જાલંધરની ઇડી ઓફિસમાં બોલાવ્યો હતો. પૂછપરછ પછી, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ જવાબોથી સંતુષ્ટ ના હોય અને હનીની ધરપકડ કરવામાં આવી હતી. આજે એટલે કે ૪ જાન્યુઆરી ભૂપિંદર હનીને મોહાલી કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ થોડા દિવસો પહેલા મોહાલી અને લુધિયાણામાં ભૂપિન્દર હની અને તેના સહયોગીઓના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ૧૦ કરોડ રોકડા, ૧૨ લાખની રોલેક્સ ઘડિયાળ, ૨૧ લાખ સોનું મળી આવ્યું હતું. ઇડીએ હનીના મોહાલીના ઘરેથી રૂ. ૮ કરોડ અને લુધિયાણામાં તેના ભાગીદાર સંદીપના ઠેકાણા પાસેથી રૂ. ૨ કરોડ રિકવર કર્યા હતા. ૨૦૧૮માં નોંધાયેલા ગેરકાયદેસર રેતી ખનનના કેસમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી. તત્કાલિન સીએમ કેપ્ટન અમરિંદર સિંહના હવાઈ પ્રવાસ દરમિયાન ગેરકાયદે રેતી ખનન પકડાયા બાદ આ મામલો બન્યો હતો. દરોડા દરમિયાન ભૂપિંદર સિંહ ઉર્ફે હની તેના મોહાલીના ઘરે હાજર હતો. જ્યારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના તપાસ અધિકારીઓએ તેમની પાસેથી રિકવર કરાયેલા કરોડો રૂપિયા વિશે પૂછપરછ કરી તો ન તો તે પોતે કોઈ બેંક સ્લિપ બતાવી શક્યો ન તો તે કહી શક્યો કે આ પૈસા કોના છે અને ક્યાંથી આવ્યા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ આ કેસમાં હની અને તેની કંપનીના અન્ય બે ડિરેક્ટરોની પૂછપરછ કરી હતી. ગેરકાયદેસર રેતી ખનન કેસના મુખ્ય આરોપી કુદરતદીપ સિંહ અને ભૂપિંદર સિંહ હની અન્ય વ્યક્તિ સંદીપ સાથે પ્રોવાઈડર્સ ઓવરસીઝ કંપનીમાં ડિરેક્ટર છે. આ કંપનીની રચના તે જ વર્ષે ૨૫ ઓક્ટોબર ૨૦૧૮ના રોજ કરવામાં આવી હતી, જ્યારે પંજાબ પોલીસે ગેરકાયદે માઈનિંગ કેસમાં એફઆઈઆર નોંધી હતી. આ કંપની પાસે માત્ર ૬૦ હજાર રૂપિયાની પેડ-અપ મૂડી હતી અને કુલ અધિકૃત રકમ ૫ લાખ રૂપિયા હતી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટને આશંકા છે કે આ કંપની દ્વારા કાળા નાણાને સફેદમાં પણ ફેરવવામાં આવ્યું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટએ હનીને આ કંપની સાથે સંબંધિત તમામ દસ્તાવેજાે રજૂ કરવા પણ કહ્યું હતું. પંજાબમાં ૨૦ ફેબ્રુઆરીએ ૧૧૭ સીટો પર મતદાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં વિપક્ષ હવે આ મુદ્દે કોંગ્રેસ પર વધુ આકરા પ્રહારો કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *