પંજાબ
પંજાબી સિંગર અને કોંગ્રેસ નેતા સિદ્ધૂ મૂસેવાલાનું પોસ્ટમોર્ટમ પૂર્ણ થઇ ગયું છે. રાત્રે પાંચ ડોક્ટર્સની પેનલે મૂસેવાલાનાં મૃત શરીરનું પોસ્ટમોર્ટમ કર્યું હતું. રિપોર્ટ અત્યાર સુધી પોલીસની સાથે શેર કરવામાં આવી નથી. પણ સૂત્રો અનુસાર, હુમલાવરો પાસે અત્યાધુનિક બંદૂકો હતી. જેમાંથી ૩૦ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી ૨૪ ગોળીઓ મૂસેવાલાનાં શરીરને આરપાર નીકળી ગઇ હતી. જ્યારે એક માથાનાં હાડકામાં ફસાઇ ગઇ હતી. મનસા જિલ્લા હોસ્પિટલના સૂત્રોએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ દરમિયાન મુસેવાલાના શરીર પર બે ડઝન ગોળીઓના ઘા મળી આવ્યા હતા. રિપોર્ટ અનુસાર વધુ પડતું લોહી વહી જવાને કારણે તેમનું મૃત્યુ થયું છે. તે જ સમયે, આંતરિક અંગોમાં ઇજાઓ પણ પુષ્ટિ મળી છે. એવું કહેવામાં આવ્યું હતું કે પોસ્ટમોર્ટમ પછી, વિસેરાના નમૂનાઓ સુરક્ષિત રાખવામાં આવ્યા છે અને વધુ તપાસ માટે મોકલવામાં આવી રહ્યા છે. જાેકે, હોસ્પિટલે પોસ્ટમોર્ટમના પરિણામો પોલીસ સાથે શેર કર્યા નથી. મૃતક સિદ્ધુ મુસેવાલાનો પરિવાર પોસ્ટમોર્ટમ ન કરાવવા પર અડગ હતો. પરિવારની માંગ હતી કે હત્યાની તપાસ હાઈકોર્ટના જજના નેતૃત્વમાં થવી જાેઈએ અને આ માટે દ્ગૈંછ-ઝ્રમ્ૈંની મદદ લેવામાં આવે.સિદ્ધૂ મૂસેવાલાની હત્યાકાંડનાં થોડા સમય પહેલાં જ જે ઘટના બની હતી તે વિશે તેની ગાડીમાં હાજર મિત્ર ગુરવિંદર સિંહે તેનાં વિશે વાત કરી છે. મિત્રનાં જણાવ્યાં અનુસાર, સિદ્ધૂ પર ગોળીઓ વરસાવવાની ઘટના બની તે પહેલાં ગાડીમાં તેણે ‘ઉઠેગા જવાની વિચ જનાઝા મિઠિયે..’ ગીત વગાડ્યું હતું. સિદ્ધૂની કાર પર હુમલામાં ગુરવિંદર સિંહ પણ ઇજાગ્રસ્ત થયો કહતો. અને હાલમાં લુધિયાણાનાં ડ્ઢસ્ઝ્ર હોસ્પિટલમાં તેમનો ઇલાજ ચાલું છે. ગુરવિંદર સિંહ, સિદ્ધૂ હત્યા કાંડનો મુખ્ય શાક્ષી છે. કારણ કે તે અને સિદ્ધૂનો અન્ય મિત્ર બે જ જાણ સિદ્ધૂની સાથે કારમાં હાજર હતા. સિદ્ધૂનીએ કહ્યું હતું કે, થાર ગાડી લઇ જઇએ… પોતાની પસંદનું સોંગ વગાડાવ્યું હતું- ગુરૂવિંદર સિંહે જણાવ્યું હતું કે, મે તેને કહ્યું કે, આપણે બુલેટપ્રૂફ ગાડીમાં જઇએ.. પણ સિદ્ધૂએ કહ્યું કે, ના થારથી જઇશું. સાક્ષી ગુરવિંદર સિંહે એમ પણ કહ્યું કે, ગોળી ચાલવાંનાં ઠીક પહેલાં, ‘ઉઠેગા જવાની વિચ જનાજા મિઠીયે…’ ગીત સાંભળાઇ રહ્યું હતું. તે પણ સિદ્ધૂની ફરમાઇશ પર જ મુકવામાં આવ્યું હતું. થોડા સમય પહેલાં જ મૂસેવાલાની માતા ચરણ કૌરે કન્ફર્મ કર્યુ હતુંકે, તેનાં લગ્નની તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. તેમણે જણાવ્યું હતું કે, ‘થોડા સમય બાદ તે બેચલર નહીં રહે. અમેતેનાં લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જે આ વર્ષનાં અંતમાં ઇલેક્શન પછી લેવામાં આવશે.’ આ પહેલાં વાતો હતી કે તે એપ્રિલ મહિનામાં લગ્ન કરશે. પણ પંજાબમાં ચૂંટણી માર્ચ મહિનામાં હોવાથી તેનાં લગ્ન નવેમ્બર મહિનામાં પાછળ ઠેલવવામાં આવ્યાં હતાં. સિદ્ધૂ મૂસેવાલાનાં લગ્ન જે યુવતી સાથે નક્કી થયા હતાં તેનું નામ અમનદીપ કૌર છે. બે વર્ષ પહેલાં તેમનાં લગ્ન નક્કી થયા હતાંતે સંગરેડ્ડી ગામની રહેવાસી છે. અમનદીપ કૌર કેનેડિયન પીઆર ધાવે છે.