પંજાબ
પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન સોનુ સૂદ મતદાન મથક પર જાેવા મળતાં પંજાબ પોલીસે તેની કાર જપ્ત કરી લીધી હતી. ત્યારે હાલ મળતી માહિતી મુજબ અભિનેતા વિરુદ્ધ હ્લૈંઇ નોંધવામાં આવી છે. સોનુ સૂદ કથિત રીતે મોગાના લાંડેકે ગામમાં તેની બહેન માટે પ્રચાર કરી રહ્યો હતો. સોનુ વિરુદ્ધ મોગા સિટી પોલીસ સ્ટેશનમાં કલમ ૧૮૮ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. સોનુ હાલ સાઉથ આફ્રિકામાં છે અને ત્યાં એક રિયાલિટી ટીવી શોનું શૂટિંગ કરી રહ્યો છે. પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં અભિનેતાની બહેન માલવિકા સૂદ સચ્ચર મોગાથી કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી લડી રહી છે. આ પહેલા મતદાનના દિવસે પણ સોનુની કાર જપ્ત કરવામાં આવી હતી અને બાદમાં ચૂંટણી પંચે સોનુને મતદારોને કથિત રીતે પ્રભાવિત કરી રહ્યો હોવાની ફરિયાદ મળ્યા બાદ મોગામાં મતદાન મથક પર જવા પર પણ પ્રતિબંધ મૂક્યો હતો. જાે કે સોનુએ કહ્યુ હતુ કે તે માત્ર મતદાન મથક પર નિષ્પક્ષ ચૂંટણીઓ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. છદ્ગૈં સાથે વાત કરતા સોનુએ કહ્યુ હતુ કે અમને વિપક્ષ તરફથી ઘણા ધમકીભર્યા ફોન આવ્યા હતા. ઘણા બૂથમાં પૈસાની વહેંચણી પણ થઈ રહી હતી. તેથી અમે ચૂંટણી યોગ્ય રીતે થઈ છે કે નહીં તે તપાસવા માટે ગયા હતા. સોનુની પ્રોફેશનલ લાઈફની વાત કરીએ તો તે આચાર્ય, થમિલરસન જેવી ફિલ્મોમાં જાેવા મળવાનો છે. તે તેલુગુ અને તમિલ બંને ફિલ્મ છે. આ સિવાય તે પૃથ્વીરાજ અને ફતેહ જેવી હિન્દી ફિલ્મોમાં પણ જાેવા મળવાનો છે. પૃથ્વીરાજમાં સોનુની સાથે અક્ષય કુમાર લીડ રોલમાં જાેવા મળશે. આ સાથે માનુષી છિલ્લર પણ આ ફિલ્મ દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. જાેકે, છેલ્લા કેટલાક દિવસોથી આ ફિલ્મ વિવાદોને કારણે ઘણી ચર્ચામાં છે. કરણી સેના આ ફિલ્મનો વિરોધ કરી રહી છે અને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહી છે.
